પાલનપુરઃ ચૂંટણી પ્રચાર માટે ધાર્મિક સ્‍થળોનો ઉપયોગ કરી શકાશે નહી

અટલ સમાચાર,પાલનપુર લોકસભાની સામાન્ય ચૂંટણી-2019 અન્વયે ગુજરાતમાં તા.23-04-2019 ના રોજ મતદાન યોજાનાર છે. ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા ધાર્મિક સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરવામાં આવે તો તેનાથી જાહેર જીવનને સમસ્યાઓ ઉભી થવા સંભવ છે. ચૂંટણીઓ મુકત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે ચુંટણીતંત્ર પ્રયત્નશીલ છે. જેથી ધાર્મિક સ્થળોનો ચૂંટણીલક્ષી પ્રચાર માટે ઉપયોગ
 
પાલનપુરઃ ચૂંટણી પ્રચાર માટે ધાર્મિક સ્‍થળોનો ઉપયોગ કરી શકાશે નહી

અટલ સમાચાર,પાલનપુર

લોકસભાની સામાન્ય ચૂંટણી-2019 અન્‍વયે ગુજરાતમાં તા.23-04-2019 ના રોજ મતદાન યોજાનાર છે. ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા ધાર્મિક સ્‍થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરવામાં આવે તો તેનાથી જાહેર જીવનને સમસ્‍યાઓ ઉભી થવા સંભવ છે. ચૂંટણીઓ મુકત અને ન્‍યાયી વાતાવરણમાં યોજાય તે માટે ચુંટણીતંત્ર પ્રયત્‍નશીલ છે. જેથી ધાર્મિક સ્‍થળોનો ચૂંટણીલક્ષી પ્રચાર માટે ઉપયોગ ન થાય તે માટે નિયંત્રણો મુકવા જરૂરી હોવાથી સંદીપ જે. સાગલે (આઇ.એ.એસ.) જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ, બનાસકાંઠા-પાલનપુરને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973ની મળેલ સત્તાની રૂએ હુકમ કરવામાં આવ્‍યો છે કે, બનાસકાંઠા જિલ્લામાં આવેલ કોઇપણ મંદિર, મસ્‍જિદ, ચર્ચ, ગુરૂદ્વારા અથવા કોઇપણ ધાર્મિક પ્રાર્થના સ્‍થળોનો ચૂંટણીલક્ષી ભાષણો કે ચૂંટણીના કોઇપણ પ્રકારના હેતુ માટે તા.23-05-2019 સુધી ઉપયોગ કરી શકાશે નહિ. આ હુકમનો ભંગ કરનાર વ્‍યક્તિ ભારતીય દંડ સંહિતાની જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.

ઉલ્‍લેખનીય છે કે ભારતના ચૂંટણી આયોગે તેમને મળેલ સત્તાની રૂએ ચૂંટણી પ્રક્રિયા દરમ્‍યાન આદર્શ આચાર સંહિતાનો અમલ કરવા આપેલ સુચનાઓ મુજબ ધાર્મિક સ્‍થળોનો ચૂંટણી પ્રચારના ઉપયોગ પર નિયંત્રણ રાખવાની જરૂર છે.