પાલનપુરઃ ચૂંટણી પ્રચાર માટે ધાર્મિક સ્‍થળોનો ઉપયોગ કરી શકાશે નહી

અટલ સમાચાર,પાલનપુર ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૯ ની તા.૧૦-૦૩-૨૦૧૯ ના રોજ જાહેરાત થયેલ છે. તે મુજબ બનાસકાંઠા જીલ્લામાં સદરહુ ચૂંટણી માટે મતદાન તા.૨૩-૦૪-૨૦૧૯ ના રોજ યોજાનાર છે. અને મતગણતરી તા.૨૩-૦૫-૨૦૧૯ ના રોજ હાથ ધરાનાર છે. તેમજ આ ચૂંટણીની તમામ પ્રક્રિયા તા.૨૭-૦૫-૨૦૧૯ ના રોજ પુરી થનાર છે. તે અનુસાર ભારતના ચૂંટણી આયોગે બંધારણની કલમ-૩૨૪
 
પાલનપુરઃ ચૂંટણી પ્રચાર માટે ધાર્મિક સ્‍થળોનો ઉપયોગ કરી શકાશે નહી

અટલ સમાચાર,પાલનપુર

ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૯ ની તા.૧૦-૦૩-૨૦૧૯ ના રોજ જાહેરાત થયેલ છે. તે મુજબ બનાસકાંઠા જીલ્‍લામાં સદરહુ ચૂંટણી માટે મતદાન તા.૨૩-૦૪-૨૦૧૯ ના રોજ યોજાનાર છે. અને મતગણતરી તા.૨૩-૦૫-૨૦૧૯ ના રોજ હાથ ધરાનાર છે. તેમજ આ ચૂંટણીની તમામ પ્રક્રિયા તા.૨૭-૦૫-૨૦૧૯ ના રોજ પુરી થનાર છે. તે અનુસાર ભારતના ચૂંટણી આયોગે બંધારણની કલમ-૩૨૪ હેઠળ તેમને મળેલ સત્તાની રૂએ ચૂંટણી પ્રક્રિયા દરમ્‍યાન આદર્શ આચાર સંહિતાનો અમલ કરવા આપેલ સુચનાઓ મુજબ ધાર્મિક સ્‍થળોનો ચૂંટણી પ્રચારના ઉપયોગ પર નિયંત્રણ રાખવાની જરૂર છે.

ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા ધાર્મિક સ્‍થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરવામાં આવે તો તેનાથી જાહેર જીવનને સમસ્‍યાઓ ઉભી થવા સંભવ છે. ચૂંટણીઓ મુકત અને ન્‍યાયી વાતાવરણમાં યોજાય તે માટે ચુંટણીતંત્ર પ્રયત્‍નશીલ છે. જેથી ધાર્મિક સ્‍થળોનો ચૂંટણીલક્ષી પ્રચાર માટે ઉપયોગ ન થાય તે માટે નિયંત્રણો મુકવા જરૂરી હોવાથી સંદીપ જે. સાગલે (આઇ.એ.એસ.) જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ, બનાસકાંઠા-પાલનપુરને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ મુજબ મળેલ સત્તાની રૂએ આથી ફરમાવે છે કે, બનાસકાંઠા જિલ્લામાં આવેલ કોઇપણ મંદિર, મસ્‍જિદ, ચર્ચ, ગુરૂદ્વારા અથવા કોઇપણ ધાર્મિક પ્રાર્થના સ્‍થળોનો ચૂંટણીલક્ષી ભાષણો કે ચૂંટણીના કોઇપણ પ્રકારના હેતુ માટે તા.૧૦-૦૩-૨૦૧૯ થી તા.૨૩-૦૫-૨૦૧૯ સુધીના સમયગાળા દરમિયાન ઉપયોગ કરી શકાશે નહિ. આ હુકમનો ભંગ કરનાર વ્‍યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ ની જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.