આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, પાલનપુર

કોરોના વાયરસ સામે લડવાના ફંડ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અપીલનો ઝડપી પ્રતિસાદ આપતા સામાજિક દાયિત્વ રૂપે મુખ્યમંત્રી રાહત નિધિમાં દાનની સરવાણી વહી રહી છે. આજે પાલનપુરના સદગુરૂ કબીર રામસ્વરૂપદાસજી ફાઉન્ડેશન (કબીર આશ્રમ), પાલનપુર દ્વારા રૂ. 5 લાખનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો. પાલનપુર કબીર આશ્રમના સંચાલિકા સરલાબેન રામાણીએ રૂ. 5 લાખનો ચેક બનાસકાંઠા કલેકટર સંદીપ સાગલેને અર્પણ કર્યો હતો. આ પ્રસંગે કબીર આશ્રમના ટ્રસ્ટી વિરજીભાઇ જુડાલ, દિપકભાઇ શાહ, નથાભાઇ પટેલ અને શૈલેષભાઇ રાવલ ઉપસ્થિત રહ્યા હતાં.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ થરાદ માર્કેટયાર્ડ દ્વારા રૂ. 25 લાખ, ત્રિસ્તૃતીક જૈન સંઘ થરાદ દ્વારા રૂ. 21 લાખ અને નિવૃત્ત અધિકારી એન. કે. રાઠોડ તથા પાલનપુરના જાણિતા ર્ડા. એસ.કે.મેવાડાએ રૂ. 1-1 લાખના ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યા્ છે. થરાદ જૈન સંઘે કલેકટરના ડિસ્ટ્રીક્ટ રાહત ફંડમાં પણ રૂ. 2 લાખનું દાન આપ્યું છે. આમ મુખ્યમંત્રીની અપીલને પગલે મુખ્યમંત્રી રાહત ફંડમાં બનાસકાંઠા જિલ્લામાં સહાયનો ધોધ અવિરતપણે વહી રહ્યો છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code