પાલનપુરઃ ગંભીર અકસ્માત દરમિયાન ફરજમાં બેદરકારી બદલ RTO અધિકારી સસ્પેન્ડ

અટલ સમાચાર, દશરથ ઠાકોર, રામજી રાયગોર બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક ગત દિવસે થયેલા ગંભીર માર્ગ અકસ્માતથી ઉત્તર ગુજરાત સહિત રાજ્ય સરકારમાં ઘેરા શોકની લાગણી બની છે. જેની સામે રાજ્ય સરકારે રોડ સેફ્ટીના નિયમોનું પાલન કરાવવામાં નિષ્ફળ ગયેલા બનાસકાંઠા આરટીઓ અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે. આરડીઓ ઓફીસર ડી.એસ.પટેલી શરૂઆતની કારકીર્દિમાં જ બેદરકારી સામે આવતા વહિવટી આલમમાં
 
પાલનપુરઃ ગંભીર અકસ્માત દરમિયાન ફરજમાં બેદરકારી બદલ RTO અધિકારી સસ્પેન્ડ

અટલ સમાચાર, દશરથ ઠાકોર, રામજી રાયગોર

બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક ગત દિવસે થયેલા ગંભીર માર્ગ અકસ્માતથી ઉત્તર ગુજરાત સહિત રાજ્ય સરકારમાં ઘેરા શોકની લાગણી બની છે. જેની સામે રાજ્ય સરકારે રોડ સેફ્ટીના નિયમોનું પાલન કરાવવામાં નિષ્ફળ ગયેલા બનાસકાંઠા આરટીઓ અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે. આરડીઓ ઓફીસર ડી.એસ.પટેલી શરૂઆતની કારકીર્દિમાં જ બેદરકારી સામે આવતા વહિવટી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર કમિશ્નરે સસ્પેન્શનના ઓર્ડરમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે, આરટીઓ ડી.એસ.પટેલ અકસ્માતની પહેલા અને પછી સંપૂર્ણ બેદરકાર સાબિત થતાં ફરજમોકૂફ કરી પોરબંદર ખસેડવામાં આવ્યા છે.

ગત રોજ એટલે કે 7 જૂન 2019ના સાંજે 6-15 કલાકે ભલગામના લોકો જીપડાલામાં સવાર હતા. જે ડાલુ પલટી મારી જતાં ઉત્તર ગુજરાત માટે શુક્રવારનો દિવસ ગોજારો બની ગયો હતો. આ ગંભીર અકસ્માતમાં 7 લોકોના ઘટનાસ્થળે જ્યારે 3 ઈજાગ્રસ્તોના સારવાર દરમિયાન મોત નિપજતાં કરૂણાંતિકા સર્જાઈ હતી. આ ગોઝારી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડતાં રાજ્ય સરકારે તાબડતોબ બેદરકારી દાખવનાર બનાસકાંઠા આરટીઓ અધિકારી ડી.એસ.પટેલને રાજ્યના વાહન વ્યવહાર કમિશ્નરે સસ્પેન્ડ કર્યા છે. આ ઘટનાને લઈ બનાસકાંઠા જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.