આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાલનપુર

શિક્ષણ વિભાગ ગાંધીનગર અને કેસીજી પ્રેરિત સરકારી એન્જીનિયરીંગ કોલેજ જગાણા ખાતે તા. 11 અને 12 ફેબ્રુઆરી, 2019 દરમ્યાન સાથે સાથે જ નોકરીની તકો પ્રાપ્ત થાય તે હેતુથી ઝોન-2, નોડ-2 બનાસકાંઠા જિલ્લાનો મેગા પ્લેસમેન્ટ ફેર-2019 યોજાઈ ગયો. આ પ્લેસમેન્ટ ફેરમાં બનાસકાંઠા જિલ્લાની ટેકનીકલ કોલેજો અને હાયર એજ્યુકેશનની જુદી જુદી 12 કોલેજોના 1200થી વધુ વિદ્યાર્થી ભાઈ બહેનોએ ઈન્ટરવ્યુ આપ્યા હતા. જેમાં બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર. મહેતા કોલેજના અધ્યાપકો દ્વારા ઉત્કૃષ્ઠ કામગીરી કરવામાં આવી હતી.

જેના પરિણામે તા. ફેબ્રુઆરી, 2019ના રોજ નવા સચિવાલય, સ્વર્ણિમ સંકૂલ-1ના સાબરમતી હોલમાં શિક્ષાણમંત્રી, ગુજરાત રાજ્ય માનનીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં અને શિક્ષણ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી અંજુ શર્મા, કે.સી.જી.ના સી.ઈ.ઓ, કે.બી. ઉપાધ્યાય, ઉચ્ચ શિક્ષણ કમિશનર એલ.પી.પાડલીઆ(IAS), કમિશનર અવંતિકા સીંગ ની હાજરીમાં કોલેજના પ્રિન્સિપાલ ડૉ. યોગેશ બી. ડબગરને “મોસ્ટ એક્ટિવ” કોલેજનો એવોર્ડ એનાયત થતો હતો. કોલેજની આ સિધ્ધી બદલ મંડળ દ્વારા કોલેજના અધ્યાપકો અને આચાર્યને અભિનંદન પાઠવ્યા હતા. અને આગામી સમયમાં વધુ શ્રેષ્ઠ કામગીરી કરવા માટે આ એવોર્ડ પ્રેરણાસ્ત્રોત બની રહેશે તેમ જણાવ્યું હતું.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code