આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાલનપુર

પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે રૂ.૧૮.૫૦ લાખના ખર્ચથી નવનિર્માણ પામેલ સરકારી પ્રાથમિક શાળા અને મુખ્ય શાળા મીરાંગેટનું કલેક્ટર સંદીપ સાગલેના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટર સંદીપ સાગલેએ જણાવ્યું કે દાતા અરૂણકુમાર શાહના દાનથી ખાનગી શાળાને પણ ટક્કર મારે તેવી સુંદર સરકારી પ્રાથમિક શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, આજથી હોળાષ્ટ કની શરૂઆત થાય છે. સામાન્ય રીતે હોળાષ્ટનકના સમયમાં સારું કાર્ય કરતા નથી. પરંતું શિક્ષણ જેવા શ્રેષ્ઠં કાર્યમાં હોળાષ્ટરક પણ નડતા નથી એટલે જ આજે આ શાળા અને સ્માર્ટ ક્લાસનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયાએ જણાવ્યું કે, સમયની સાથે ટેક્નોલોજી ખુબ ઝડપથી બદલાઇ રહી છે ત્યારે શિક્ષણમાં સ્માર્ટ ક્લાસ જરૂરી છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે સ્માર્ટ ક્લાસ બનાવવાનું આયોજન કરી તે દિશામાં કામગીરી શરૂ કરી છે. જિલ્લા વિકાસ વિકાસ અધિકારીએ સ્માર્ટ ક્લાસ અને શાળાના નવ નિર્માણ માટે દાન આપનાર દાતાને અભિનંદન પાઠવ્યા હતાં. તેમણે કહ્યું કે, ખાનગી શાળાઓમાંથી સરકારી પ્રા. શાળાઓમાં પ્રવેશ મેળવનાર બાળકોની સંખ્યાની દ્રષ્ટી બનાસકાંઠા જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને છે.

આ પ્રસંગે સી.આર.સી. રહીમખાન પઠાણે દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો. આભારવિધિ નાયબ જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી મુકેશભાઇ ચાવડાએ કરી હતી. કાર્યક્રમમાં નાયબ જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી નિરૂબા રાજપૂત, બી.આર.સી. આનંદભાઇ મોદી, આચાર્ય મધુબેન બાદરપુરીયા સહિત શાળાનો સ્ટાફ, પોલીસ પરિવાર અને વિદ્યાર્થીઓ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code