અટલ સમાચાર,વડગામ
પાલનપુર તાલુકાના ચડોતર ગામ નજીક આવેલ પંચાલવાડીમાં ધાન્યધાર પ્રજાપતિ સમાજનો બાવીસ મો સમુલગ્ન સમારોહ યોજાયો હતો. ચડોતર પંચાલવાડી ખાતે યોજાયેલા પ્રજાપતિ સમાજના ૨૨મા સમૂહલગ્ન માં ૨૧ નવદપંતિઓએ પ્રભુતામાં પગલા માડ્યા હતા. જેમાં નવ યુગલોને સમાજના દાતાઓ દ્વારા વિવિધ ભેટ સોગાદો આપવામાં આવી હતી. સમૂલગ્નની સાથે સમાજના લોકોને ઇમરજન્સી સમયે બ્લડ મળી રહે તેવા હેતુથી પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા આ સમૂલગ્નમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રક્તદાન કેમ્પ માં ૧૧૧ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. જેમાં ૮૧ બોટલ યુવાનો અને ૩૦ બોટલ મહીલાઓએ આપીને સમાજમાં ઉમદા કાર્ય કરી એક ઉહરણ પુરુ પાડ્યુ હતું. આ સમુલગ્નમાં બ્લડ કેમ્પમાં કેદ્રિય મંત્રી હરિભાઈ ચૌધરી, એલે ગઠવી, દિનેશભાઈ ગઠવી, રાજુભાઈ જોશી, લાલજીભાઈ પ્રજાપતિ, દિનેશભાઈ અનાવડીયા, મુકેશભાઈ પ્રજાપતિ, સુરશભાઇ પ્રજાપતિ (છાપી) વિરાભાઇ પ્રજાપતિ (હડમતીયા) સહીત સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને
બલ્ડ ડોનરોને પ્રોત્સાહીત કર્યા હતા.