પાલનપુરઃ ખેડૂતોને સબસીડીયુક્ત ખાતર મળી રહે તે માટે વેચાણ કરાશે

અટલ સમાચાર, પાલનપુર રાસાયણિક ખાતરોના વિતરણની પધ્ધતિમાં પારદર્શિતા, ખેતી ઉપયોગી રાસાયણિક ખાતરોના ઔધોગિક વપરાશ પર અંકુશ, ડિઝીટલ પેમેન્ટને પ્રોત્સાહન, ખાતર વિક્રેતાઓ પાસે રાસાયણિક ખાતરોના ઉપલબ્ધ જથ્થા અંગેની ઓનલાઈન માહિતી તથા ખેડૂતવાર ગામવાર રાસાયણિક ખાતરોના વપરાશ અંગેની માહિતી સરળતાથી ઉપલબ્ધ બને તેવા હેતુસર ભારત સરકાર દ્રારા સબસીડીયુક્ત રાસાયણિક ખાતરોનું વેચાણ પી.ઓ.એસ મશીન મારફતે કરવાનું નક્કી કર્યુ
 
પાલનપુરઃ ખેડૂતોને સબસીડીયુક્ત ખાતર મળી રહે તે માટે વેચાણ કરાશે

અટલ સમાચાર, પાલનપુર

રાસાયણિક ખાતરોના વિતરણની પધ્ધતિમાં પારદર્શિતા, ખેતી ઉપયોગી રાસાયણિક ખાતરોના ઔધોગિક વપરાશ પર અંકુશ, ડિઝીટલ પેમેન્ટને પ્રોત્સાહન, ખાતર વિક્રેતાઓ પાસે રાસાયણિક ખાતરોના ઉપલબ્ધ જથ્થા અંગેની ઓનલાઈન માહિતી તથા ખેડૂતવાર ગામવાર રાસાયણિક ખાતરોના વપરાશ અંગેની માહિતી સરળતાથી ઉપલબ્ધ બને તેવા હેતુસર ભારત સરકાર દ્રારા સબસીડીયુક્ત રાસાયણિક ખાતરોનું વેચાણ પી.ઓ.એસ મશીન મારફતે કરવાનું નક્કી કર્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ પધ્ધતિમાં ખેડૂતના આધાર નંબર અને પી.ઓ.એસ મશીન મારફત ફરજીયાતપણે આધારા બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરી ખાતર વિતરણ કરવામાં આવે છે. પરંતુ હાલમાં ઉદભવેલ કોવીડ-૧૯ની મહામારીની સ્થિતિને ધ્યાને લઈ સાવચેતીના પગલાંરૂપે પી.ઓ.એસ મશીન મારફતે કરવામાં આવતું આધાર/બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન મરજીયાત કરવામાં આવેલ છે. જે ખેડૂત ખાતર ખરીદી સમયે આધાર/બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરવા માંગતા ન હોય તેઓએ પોતાનું આધાર કાર્ડ અને કિસાન ક્રેડીટ કાર્ડ/મતદાન ઓળખ કાર્ડ સાથે લઈ જવાનું રહેશે, અને બન્ને કાર્ડની વિગતોની એન્ટ્રી કરી તેના દ્વારા આધાર/બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન વગર ખાતર ખરીદી કરી શકશે. રાસાયણિક

ખાતર વિતરક સંસ્થા દ્વારા વિવિધ ખાતરોના વિતરણ સમયે માસ્ક, હેન્ડ ગ્લોઝ, સેનિટાઈઝર વિગેરેનો ઉપયોગ ફરજીયાતપણે થાય અને ખરીદદારો તેમજ આ સાથે સંકળાયેલ વ્યક્તિઓ વચ્ચે ફીઝીકલ ડીસ્ટન્સ જળવાય તેમજ કોવીડ-૧૯ બાબતની કેન્દ્ર અને રાજ્ય સરકારની વખતો વખતની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. ખાતર વિક્રેતાઓને સુચિત પધ્ધતિથી ખાતર વેચાણ અંગે કોઈ મુશ્કેલી હોય તો સબંધિત ખેતીવાડી અધિકારી નાયબ ખેતી નિયામક (વિ)ની કચેરી, ખાતર ઉત્પાદક કંપનીઓના પ્રતિનિધિ, મુખ્ય ખાતર વિતરક સંસ્થાના પ્રતિનિધિઓનો સંપર્ક કરવા બનાસકાંઠા જિલ્લાના નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) બી.એન.પટેલ દ્વારા જણાવાયું છે.