પાલનપુરઃ સ્વામી વિવેકાનંદ યુવા મંડળોને રમત-ગમત કિટ વિતરણ કરાઇ

અટલ સમાચાર, પાલનપુર ગુજરાત રાજ્ય યુવા બોર્ડ પ્રેરિત સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવેલ છેં. 6 માર્ચ રોજ પાલનપુર મુકામે તાલુકા અને નગરપાલિકાના પ્રમુખ મંત્રી અને સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી. જેમને ક્રિકેટ અને વોલીબોલની કીટ આપવામાં આવેલ હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન ગૌતમભાઈ ગેડીયા અંત્યોદય નિગમ ચેરમેન સાહેબ, સિન્ડિકેટ મેમ્બર હિતેશભાઈ ચૌધરી, જિલ્લા સંયોજક ગૌરાંગભાઈ,
 
પાલનપુરઃ સ્વામી વિવેકાનંદ યુવા મંડળોને રમત-ગમત કિટ વિતરણ કરાઇ

અટલ સમાચાર, પાલનપુર

ગુજરાત રાજ્ય યુવા બોર્ડ પ્રેરિત સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવેલ છેં. 6 માર્ચ રોજ પાલનપુર મુકામે તાલુકા અને નગરપાલિકાના પ્રમુખ મંત્રી અને સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી. જેમને ક્રિકેટ અને વોલીબોલની કીટ આપવામાં આવેલ હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન ગૌતમભાઈ ગેડીયા અંત્યોદય નિગમ ચેરમેન સાહેબ, સિન્ડિકેટ મેમ્બર હિતેશભાઈ ચૌધરી, જિલ્લા સંયોજક ગૌરાંગભાઈ, ઉપાધ્યાય શહેર પ્રમુખ મુન્નાભાઈ ગુપ્તા, કલેકટર જોષી સાહેબ, પાલનપુર વડગામ મામલતદાર ટીડીઓ, એસ.સી.મોરચા બનાસકાંઠા પ્રમુખ ભરતભાઇ પરમાર હાજર રહ્યા હતા. સમગ્ર ગુજરાતમાં વિવેકાનંદ મંડળો બનાસકાંઠા સૌથી વધુ 1200 કરતા વધુ મંડળ કાર્યરત છે. તે બદલ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. ગૌતમભાઈ ગેડીયાએ પોતાની આગવી શૈલીથી યુવાઓમાં જોષ અને પ્રેરણા પૂરી પાડી હતી. શહીદ ભગતસિંહ અને સ્વામી વિવેકાનંદના જીવન પ્રસંગ વર્ણવી યુવાઓમાં જોષ પુર્યો હતો.