પાલનપુર: દિયોદરના શિક્ષકને દુષ્કર્મ કેસમાં 10 વર્ષની કેદની સજા
અટલ સમાચાર,પાલનપુર બનાસકાંઠાના દિયોદર તાલુકાના મખાણું ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ચંદુ ભાગોરા નામના શિક્ષકે આજ શાળામાં આઠમાં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શાળાએ જતી વખતે ધાકધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ ર૦૧૭માં બન્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીની માતાની ફરિયાદના આધારે દિયોદર પોલીસે હવસખોર શિક્ષકની ધરપકડ કરીને કાર્યવાહી હાથધરી હતી. જે કેસ બનાસકાંઠા જિલ્લા સેશન્સ કોર્ટમાં
Mar 14, 2019, 18:00 IST

અટલ સમાચાર,પાલનપુર
બનાસકાંઠાના દિયોદર તાલુકાના મખાણું ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ચંદુ ભાગોરા નામના શિક્ષકે આજ શાળામાં આઠમાં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શાળાએ જતી વખતે ધાકધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ ર૦૧૭માં બન્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીની માતાની ફરિયાદના આધારે દિયોદર પોલીસે હવસખોર શિક્ષકની ધરપકડ કરીને કાર્યવાહી હાથધરી હતી. જે કેસ બનાસકાંઠા જિલ્લા સેશન્સ કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશે મહત્વનો ચુકાદો આપ્યો છે. દુષ્કર્મના કેસમાં શિક્ષકને 10 વર્ષ કેદની સજા ફટકારી છે.