આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાલનપુર

અત્યારે નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ વૈશ્વિક મહામારી સામે સરકારની સુચના પ્રમાણે સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર જંગ લડી રહ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના જે ગામોમાં કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે તેવા ગામોની બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયાએ મુલાકાત લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે થરાદ તાલુકાના રાણેસરી ખાતે આરોગ્ય કર્મચારી તરીકે ફરજ બજાવતા એક યુવાનનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ ઉપરાંત વાવ તાલુકાના દૈયપ અને માવસરી ગામમાં પણ કોરોના પોઝીટીવ કેસ નોંધાતા બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટએ જાહેરનામું પ્રસિધ્ધ કરી આ વિસ્તારોને કન્ટેઇનમેન્ટ એરીયા જાહેર કરી તકેદારીના ભાગરૂપે લોકોની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકેલો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જિલ્લા વિકાસ અધિકારી દહીયાએ કન્ટેઇનમેન્ટ અને બફર ઝોનમાં આવતા ગામના તલાટી, આરોગ્ય કાર્યકર બહેન અને આગેવાનોને મળી ત્યાં કેવી કામગીરી કરવામાં આવે છે તેની જાત માહિતી મેળવી હતી. આજથી સમગ્ર જિલ્લામાં વ્યાજબી ભાવની દુકાનો પરથી રાશન વિતરણ પણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ડીડીઓએ સસ્તા અનાજના દુકાનદાર સાથે મુલાકાત કરી લોકોને સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવી રાશન આપવા જણાવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારીની મુલાકાત પ્રસંગે થરાદ તાલુકા વિકાસ અધિકારી ધર્મેશ વ્યાસ, તાલુકા હેલ્થ ઓફિસર એચ.વી.જેપાલ, વાવ તાલુકા વિકાસ અધિકારી રાજુભાઇ ત્રિવેદી સહિત આરોગ્યના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code