આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાલનપુર

પાલનપુર ખાતે કેન્દ્રીય ખાણ અને ખનીજ રાજય મંત્રી હરીભાઇ ચૌધરીના હસ્‍તે સંત રાજારામ ગુરૂકુળ ટ્રસ્‍ટ પાલનપુર સંચાલીત સંત કિશનારામજી કન્‍યા છાત્રાલયનું ઉદઘાટન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે કેન્‍દ્રીય મંત્રી હરીભાઇ ચૌધરીએ પ્રાસંગીક પ્રવચન કરતાં જણાવ્‍યું કે શિક્ષણથી જ જીવનમાં પ્રગતિ અને સુખ-સમૃધ્‍ધિની પધરામણી થાય છે. તેમણે કહ્યું કે જયારે દિકરીઓ શિક્ષીત બને છે ત્‍યારે ઝડપભેર આદર્શ અને સમૃધ્‍ધ સમાજનું નિર્માણ થાય છે. કેન્‍દ્રીય મંત્રીએ આજે ઉદઘાટન થયેલ કન્‍યા છાત્રાલયને શુભેચ્‍છાઓ પાઠવતાં જણાવ્‍યું કે વિકાસપુરૂષ તરીકે સમગ્ર વિશ્વમાં પ્રસિધ્‍ધ આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના શ્રેષ્‍ઠ શાસનમાં શિક્ષીત, સમૃધ્‍ધ અને શક્તિશાળી ભારતનું નિર્માણ થઇ રહ્યું છે. ઝડપી સર્વાંગી વિકાસ સાથે પ્રજાની આવક અને સુખાકારીમાં પણ નોંધપાત્ર પ્રગતિ જોવા મળે છે એમ જણાવતાં કેન્‍દ્રીય મંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીની દિર્ઘદષ્‍ટીભર્યુ સુદ્રઢ આયોજન, સરકારના વિરાટ પ્રયાસો અને પારદર્શક વહીવટ તથા પ્રચંડ જનસમર્થનને લીધે વિકાસકૂચ વેગવંતી બની છે.

કેન્‍દ્રીય મંત્રી હરીભાઇ ચૌધરીએ કહ્યું કે ગુજરાતમાં શિક્ષણ માટે સરકાર દ્વારા યોજાતા કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવ તથા ગુણોત્‍સવ જેવા કાર્યક્રમો તથા સરકારની શિક્ષણ માટેની ઉદાર યોજનાઓને લીધે બનાસકાંઠા જીલ્‍લામાં અને સમગ્ર રાજયમાં શિક્ષણક્ષેત્રે આમુલ પરિવર્તન આવ્‍યું છે. રાજયભરમાં ઠેર ઠેર વિવિધ વિધાશાખાની શાળાઓ અને કોલેજો પુરતા પ્રમાણમાં હોઇ દિકરા-દિકરીઓ સારી રીતે ઉચ્ચ શિક્ષણ સુધી અભ્‍યાસ કરીને ઉજ્જવળ કારર્કિર્દી બનાવી રહ્યાં છે. તેમણે કહ્યું વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ વૈશ્વિક કક્ષાએ ભારતનું માન-સન્‍માન અને ગૌરવ વધાર્યુ છે તેનાથી દેશવાસીઓ આનંદ અને ગૌરવ અનુભવે છે. ગુજરાતમાં મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ તમામ ક્ષેત્રોમાં વણથંભી વિકાસયાત્રા સફળતાપૂર્વક આગળ વધી રહી છે એમ તેમણે જણાવ્‍યું હતું. કન્‍યા છાત્રાલયના નિર્માણ માટે કેન્‍દ્રીય મંત્રીએ સંત રાજારામ ગુરૂકુળ ટ્રસ્‍ટ પાલનપુરના પ્રયાસોને બિરદાવી શુભેચ્‍છાઓ પાઠવી હતી.

સિંચાઇ અને પાણી પુરવઠા રાજયમંત્રી પરબતભાઇ પટેલએ જણાવ્‍યું કે કોઇપણ વ્‍યક્તિ, સમાજ કે રાષ્‍ટ્રનો વિકાસ શિક્ષણથી જ થાય છે. શિક્ષણથી જ પરિવાર અને સમાજમાં સુખ, સમૃધ્‍ધિ અને પ્રગતિ થાય છે ત્‍યારે દિકરા- દિકરીના જરાપણ ભેદભાવ સિવાય બાળકોનો સમાનતાથી ઉછેર કરી ઉચ્ચ શિક્ષણ સુધી ભણાવીને આદર્શ અને સમૃધ્‍ધ સમાજનું નિર્માણ કરીએ. તેમણે કહ્યું કે ભુતકાળ સાથે વર્તમાન સમયની તુલના કરીએ ત્‍યારે સારી રીતે સમજાય છે કે આ સરકારે શિક્ષણ સહીત તમામ ક્ષેત્રોમાં વિક્રમજનક વિકાસ કર્યો છે. પારદર્શક ભરતીઓના લીધે તમામ ક્ષેત્રોમાં દિકરીઓએ સારૂ સ્‍થાન મેળવ્‍યું છે એમ જણાવતાં મંત્રીએ કહ્યું કે નજીકના સમયમાં વિશાળ સંખ્‍યામાં ગુજરાતના દિકરા અને દિકરીઓ વૈશ્વિક કક્ષાએ ઉજ્જવળ કારર્કિર્દી બનાવશે.

મંત્રી પરબતભાઇ પટેલે કહ્યું કે મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીના શાસનમાં સંખ્‍યાબંધ ક્ષેત્રોમાં સિધ્‍ધિઓના શિખરો સર કરવામાં આવ્‍યા છે તેમજ સમગ્ર રાજયમાં વિકાસયાત્રા સફળતાપૂર્વક આગળ વધી રહી છે. તેમણે ઉમેર્યુ કે રાજય સરકારની ઘણી યોજનાઓ દેશનાં અન્‍ય રાજયો માટે પ્રેરણાદાયી છે. આ સરકાર ગરીબો, વંચિતો, ખેડૂતો, મહિલાઓ અને વિધાર્થીઓ સહીત સૌના કલ્‍યાણ માટે મક્કમ રીતે સક્રિય અને સંકલ્‍પબધ્‍ધ છે એમ જણાવતાં મંત્રી પરબતભાઇ પટેલે કહ્યું કે સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર પ્રમાણે આ સરકાર સૌના કલ્‍યાણ માટે વિરાટ પ્રયાસો કરી રહી છે.

ધારાસભ્‍યો સર્વ શીવાભાઇ ભુરીયા અને નથાભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્‍ય જોઇતાભાઇ પટેલ અને માવજીભાઇ પટેલે પ્રાસંગીક પ્રવચનમાં શિક્ષણનું મહત્‍વ જણાવી સંત રાજારામ ગુરૂકુળ ટ્રસ્‍ટ પાલનપુરના પ્રયાસોને બિરદાવી શુભેચ્‍છાઓ પાઠવી હતી. ઉલ્‍લેખનીય છે કે રૂ. 3.50 કરોડના ખર્ચથી નિર્માણ થયેલ આ કન્‍યા છાત્રાલયમાં કુલ 56 રૂમ સહીત જરૂરી તમામ સુવિધાઓ સારી રીતે ઉપલબ્‍ધ બનાવાઇ છે.

આ પ્રસંગે પૂર્વમંત્રી અને બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી, શિકારપુરા-રાજસ્‍થાન મઠના પૂજય મહંત દયારામજી મહારાજ, જીવાણા- રાજસ્‍થાન મઠના પૂજય મહંત રતનગિરીજી મહારાજ અને સુંદરગિરીજી મહારાજ, પૂર્વ ધારાસભ્‍ય કાળુભાઇ તરક, બનાસડેરીના પૂર્વ ચેરમેન પરથીભાઇ ભટોળ, શિક્ષણ સમિતિનાં ચેરમેન લક્ષ્‍મીબેન કરેણ, જી. પંચાયત સભ્‍ય મણીલાલ પટેલ, અગ્રણી હેમરાજભાઇ ચૌધરી અને વીરજીભાઇ જુડાલ સહીત વિશાળ સંખ્‍યામાં અગ્રણીઓ અને લોકો ઉપસ્‍થિત રહ્યા હતા. પ્રારંભમાં સ્‍વાગત પ્રવચન ટ્રસ્‍ટી ગમાનભાઇ ચૌધરીએ કર્યુ હતું.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code