પાલનપુર: કલેકટરના અધ્યક્ષસ્થાને રાજ્ય યુવક બોર્ડની બેઠક યોજાઇ

અટલ સમાચાર, પાલનપુર (રામજી રાયગોર) પાલનપુર મુકામે કલેકટર સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય યુવક બોર્ડની બેઠક યોજાઇ હતી. જેમાં ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા કરવામાં આવતી કામગીરીની વિસ્તૃત માહિતી બનાસકાંઠા જિલ્લાના સંયોજક ગૌરાંગભાઇ પાધ્યા દ્વારા આપવામાં આવી હતી. સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી કઇ રીતે પહોંચાડી શકાય તેના વિશે કલેકટરે માર્ગદર્શન આપ્યું હતું. બનાસકાંઠા
 
પાલનપુર: કલેકટરના અધ્યક્ષસ્થાને રાજ્ય યુવક બોર્ડની બેઠક યોજાઇ

અટલ સમાચાર, પાલનપુર (રામજી રાયગોર)

પાલનપુર મુકામે કલેકટર સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય યુવક બોર્ડની બેઠક યોજાઇ હતી. જેમાં ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા કરવામાં આવતી કામગીરીની વિસ્તૃત માહિતી બનાસકાંઠા જિલ્લાના સંયોજક ગૌરાંગભાઇ પાધ્યા દ્વારા આપવામાં આવી હતી. સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી કઇ રીતે પહોંચાડી શકાય તેના વિશે કલેકટરે માર્ગદર્શન આપ્યું હતું.

બનાસકાંઠા જિલ્લાને લીલોછમ્મ અને હરીયાળો બનાવવા માટે જિલ્લાના ૧૫૧ થી વધુ ગામોમાં રાજય યુવક બોર્ડ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવશે તેની માહિતી જિલ્લા સંયોજકે આપી હતી. બેઠકમાં નિવાસી અધિક કલેકટર એલ. બી. બાંભણીયા, અગ્રણી હિતેષભાઇ ચૌધરી, ઝોન સંયોજક બિપીનભાઇ પ્રજાપતિ, જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમતગમત અધિકારી સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ તથા તાલુકા અને નગરપાલિકાના સંયોજકો ઉપસ્થિત રહ્યા હતાં.