આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,પાલનપુર

પાલનપુર તાલુકાના સલ્લા ગામે છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર રીતે વૃક્ષછેદન કરવામાં આવતું હોવાની બુમરાડ ઉઠી રહી છે. જેથી સ્થાનિક અરજદારોએ જિલ્લાના વનવિભાગ સહિતની સંલગ્ન કચેરીઓમાં રજુઆત કરતા ગ્રામપંચાયત આલમમાં ગરમાવો આવી ગયો છે. જવાબદારો સામે કાર્યવાહી નહી થાય તો અનિચ્છનિય બનાવ બનવાની પણ ચેતવણી આપતા પંથકમાં ચર્ચાએ જોર પકડયુ છે.

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાના સલ્લા ગામની નર્સરીમાં સરપંચે મળતિયાઓ ઘ્વારા અંગત સ્વાર્થ માટે વૃક્ષોનું છેદન કરાવ્યુ હોવાના આક્ષેપ થતા પંચાયત અને વનવિભાગમાં ચકચાર મચી ગઇ છે. અરજદારોના મતે, મહિલા સરપંચ મંજુબેનના પતિ રમેશભાઇ કોટડીયા ગ્રામ પંચાયતનો તમામ વ્યવહાર કરી રહયા છે. ગામમાં આવેલી નર્સરીમાં લીલા બાવળો તેમજ અન્ય વૃક્ષોનું ગેરકાયદેસર છેદન કરી તેના નાણાં પોતાના અંગત સ્વાર્થ માટે ખર્ચી નાખ્યા હોવાના આક્ષેપ કર્યા છે. સરપંચ સામે કાયદેસરની કાર્યવાહી કરવા અરજદારોએ માંગ ઉઠાવી છે. વિવિધ કચેરીઓમાં આપેલી અરજીમાં જણાવ્યું છે કે, જો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં સલ્લા ગામે અનિચ્છનીય બનાવ બનશે તો તેની જવાબદારી સરકારની રહેશે. બનાસકાંઠા જિલ્લા કલેકટર,નાયબ વન સંરક્ષણ, પાલનપુર તેમજ રેન્જ ફોરેસ્ટ અધિકારી પાલનપુરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક ધોરણે સરપંચ સામે પગલાં ભરવા માંગ કરી છે.

25 Sep 2020, 1:25 AM (GMT)

COVID-19 Global Stats

32,475,057 Total Cases
988,735 Death Cases
23,969,496 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code