પાલનપુરઃ ઝુંપડપટ્ટી વિસ્તારમાં જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટની સરાહનીય સેવા
અટલ સમાચાર, પાલનપુર તારીખ 9/06/2019ના રોજ રાત્રે 8:00 કલાકે જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ સી. વૈષ્ણવની સૂચના અને દાતા ભરત શાહના સહયોગથી પાલનપુરમાં આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોને કચોરી વિતરણનો કાર્યક્રમ રાખેલ હતો. તેમાં હાજર જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના મંત્રી દેવરામ રાવલ, ગુ. પ્રમુખ નીરવ માળી, પાલનપુર તાલુકા પ્રમુખ હિતેશ પરમાર, ચિરાગભાઈ તેમજ ટ્રસ્ટના
Jun 10, 2019, 13:00 IST

અટલ સમાચાર, પાલનપુર
તારીખ 9/06/2019ના રોજ રાત્રે 8:00 કલાકે જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ સી. વૈષ્ણવની સૂચના અને દાતા ભરત શાહના સહયોગથી પાલનપુરમાં આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોને કચોરી વિતરણનો કાર્યક્રમ રાખેલ હતો.
તેમાં હાજર જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના મંત્રી દેવરામ રાવલ, ગુ. પ્રમુખ નીરવ માળી, પાલનપુર તાલુકા પ્રમુખ હિતેશ પરમાર, ચિરાગભાઈ તેમજ ટ્રસ્ટના તમામ સભ્યોએ હાજર રહી ગરીબ પરિવારોની સેવા કરી આશીર્વાદ મેળવ્યા હતા.
ગુજરાતીમાં લોકો કહે છે કે ગરીબોની સેવા પ્રભુ સેવા બરાબર છે તે જ મુજબ આ ટ્રસ્ટ દિન દુખીયાની સેવા કરવામાં તત્પર રહે છે. જરૂરિયાતમંદ સુધી પહોંચી બનતી તમામ સેવા કરી સેવાભાવી સંસ્થાની તત્પરતાથી લોકોમાં ખુશી અને ગરીબ ચહેરાઓમાં સ્મિતની લાગણી જોવા મળી રહી છે.