પાલનપુર: ટ્યુશન સંચાલકો પહોંચ્યા સ્મશાનમાં, ફાયર સેફ્ટીનો મામલો ગરમાયો
અટલ સમાચાર,પાલનપુર સુરતના અગ્નિકાંડમાં 22 વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યાર બાદ સરકાર જાગી અને તંત્ર દ્વારા ટ્યુશન ક્લાસીસ પર પ્રતિબંધ મૂક્વામાં આવ્યો હતો. આથી તાત્કાલિક અસરથી ટ્યુશન ક્લાસીસના સંચાલકોએ ફાયર સેફ્ટી, સીસીટીવી સહિત ઉપલબ્ધ કરાવ્યું છે. જોકે તંત્ર ઘ્વારા ટ્યુશન ક્લાસ શરૂ કરવાની મનાઇ કરવામાં આવી રહી છે. જેનાથી પાલનપુરના ટ્યુશન સંચાલકો પોતાના વિદ્યાર્થીઓ
Jun 3, 2019, 17:47 IST

અટલ સમાચાર,પાલનપુર
સુરતના અગ્નિકાંડમાં 22 વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યાર બાદ સરકાર જાગી અને તંત્ર દ્વારા ટ્યુશન ક્લાસીસ પર પ્રતિબંધ મૂક્વામાં આવ્યો હતો. આથી તાત્કાલિક અસરથી ટ્યુશન ક્લાસીસના સંચાલકોએ ફાયર સેફ્ટી, સીસીટીવી સહિત ઉપલબ્ધ કરાવ્યું છે. જોકે તંત્ર ઘ્વારા ટ્યુશન ક્લાસ શરૂ કરવાની મનાઇ કરવામાં આવી રહી છે. જેનાથી પાલનપુરના ટ્યુશન સંચાલકો પોતાના વિદ્યાર્થીઓ સાથે ખુલ્લા સ્મશાનમાં પહોંચી ગયા છે.
બનાસકાંઠામાં જિલ્લા કલેકટરે જાહેરનામું પસિધ્ધ કરી અનઅધિકૃત ટ્યુશન ક્લાસો પર તવાઈ લાવી છે. જિલ્લામાં ટ્યુશન ક્લાસીસ પર પ્રતિબંધને લઈ અવનવી બાબતો સામે આવી રહી છે. અગાઉ કલેકટર કચેરીમાં કલાસ શરૂ કર્યા બાદ સ્મશાનમાં ભણતર શરૂ કર્યુ છે. ટ્યુશન સંચાલકો અને વિદ્યાર્થીઓ ઘ્વારા પાલનપુરના સ્મશાનમાં લીલા છાંયડા નીચે શિક્ષણની શરૂઆત કરી છે.