પાલનપુરઃ કલેકટરના અધ્યક્ષસ્થાને આંતરરાષ્‍ટ્રીય સરહદથી જોડાયેલા વિસ્તારો અંગે બેઠક યોજાઇ

અટલ સમાચાર, પાલનપુર પાલનપુર કલેકટર કચેરી ખાતે કલેકટર સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને હાલમાં પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષી આંતરરાષ્ટ્રીય સરહદથી જોડાયેલ વિસ્તારો અંગે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં બનાસકાંઠા જિલ્લાના આંતરરાષ્ટ્રીય સરહદથી જોડાયેલા વિસ્તારો માટે આવશ્યક ચીજ વસ્તુઓ તેમજ આવશ્યક સેવાઓ અંગેની તમામ વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. તથા આવશ્યક ચીજ વસ્તુઓ અને આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલ તમામ
 
પાલનપુરઃ કલેકટરના અધ્યક્ષસ્થાને આંતરરાષ્‍ટ્રીય સરહદથી જોડાયેલા વિસ્તારો અંગે બેઠક યોજાઇ

અટલ સમાચાર, પાલનપુર

પાલનપુર કલેકટર કચેરી ખાતે કલેકટર સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને હાલમાં પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષી આંતરરાષ્ટ્રીય સરહદથી જોડાયેલ વિસ્તારો અંગે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં બનાસકાંઠા જિલ્લાના આંતરરાષ્‍ટ્રીય સરહદથી જોડાયેલા વિસ્તારો માટે આવશ્યક ચીજ વસ્તુઓ તેમજ આવશ્યક સેવાઓ અંગેની તમામ વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. તથા આવશ્યક ચીજ વસ્તુઓ અને આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલ તમામ વિભાગોને એલર્ટ રહેવા કલેકટર દ્વારા સુચના આપવામાં આવી હતી.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી. એ. શાહ, પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુળ, નિવાસી અધિક કલેકટર એલ. બી. બાંભણીયા, બી. એસ. એફ. ના ઉચ્ચ અધિકારીઓ, પાણી પુરવઠા, અન્ન અને નાગરિક પુરવઠો, આરોગ્ય, માર્ગ અને મકાન તથા શિક્ષણ વિભાગના જિલ્લા કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.