પાલનપુરઃ આગામી 3 ઓગસ્ટે મહિલા રોજગાર ભરતી મેળો યોજાશે

અટલ સમાચાર,પાલનપુર મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી અંતર્ગત આગામી તા.૦૩/૦૮/૨૦૧૯ના રોજ સવારે-૧૦.૦૦ કલાકે ઔધોગિક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઇ.) ડેરી રોડ, પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લાના મહિલા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ પાસે ખાલી રહેલ નોકરી માટેની જગ્યાઓ ભરવા માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં ભાગ લેવા માગતા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર તેમજ એસ.એસ.સી./એચ.એસ.સી/આઇ.ટી.આઇ./સ્નાતકની
 
પાલનપુરઃ આગામી 3 ઓગસ્ટે મહિલા  રોજગાર ભરતી મેળો યોજાશે

અટલ સમાચાર,પાલનપુર

મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી અંતર્ગત આગામી તા.૦૩/૦૮/૨૦૧૯ના રોજ સવારે-૧૦.૦૦ કલાકે ઔધોગિક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઇ.) ડેરી રોડ, પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લાના મહિલા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ પાસે ખાલી રહેલ નોકરી માટેની જગ્યાઓ ભરવા માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

 આ ભરતીમેળામાં ભાગ લેવા માગતા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર તેમજ એસ.એસ.સી./એચ.એસ.સી/આઇ.ટી.આઇ./સ્નાતકની લાયકાત ધરાવનાર મહિલા ઉમેદવારોને તેમની ઉંમર, જાતિ અને શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રની નકલ અને બાયોડેટાની ત્રણથી ચાર નકલો સાથે સ્વ-ખર્ચે રૂબરૂ ઉપસ્થિત રહેવા જિલ્લા રોજગાર અધિકારી (વ્ય.મા.) બનાસકાંઠા દ્વારા જણાવવામાં આવ્યું છે. આ ભરતી મેળા અંતર્ગત આપવામાં આવતી સેવા નિઃશુલ્ક છે.