પાલનપુરઃ કલેક્ટરના અધ્યક્ષસ્થાને વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરાઇ

અટલ સમાચાર, પાલનપુર પાલનપુર ખાતે ર્ડા. બાબા સાહેબ આંબેડકર ભવનમાં કલેકટર સંદીપ સાગલેના અધ્યસ્થાને સમાજ સુરક્ષા ખાતા, બનાસ દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વિકલાંગ વિકાસ ટ્રસ્ટના સહયોગથી વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કલેકટર સંદીપ સાગલેએ દિવ્યાંગોને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, શિક્ષણ અને સ્કીલના માધ્યમથી તમારી શક્તિઓ વિકસાવી આગળ વધીએ. તેમણે
 
પાલનપુરઃ કલેક્ટરના અધ્યક્ષસ્થાને વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરાઇ

અટલ સમાચાર, પાલનપુર

પાલનપુર ખાતે ર્ડા. બાબા સાહેબ આંબેડકર ભવનમાં કલેકટર સંદીપ સાગલેના અધ્યસ્થાને સમાજ સુરક્ષા ખાતા, બનાસ દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વિકલાંગ વિકાસ ટ્રસ્ટના સહયોગથી વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કલેકટર સંદીપ સાગલેએ દિવ્યાંગોને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, શિક્ષણ અને સ્કીલના માધ્યમથી તમારી શક્તિઓ વિકસાવી આગળ વધીએ. તેમણે સમાજ સુરક્ષા ખાતા અને એન.જી.ઓ.ને અભિનંદન પાઠવતાં કહ્યું કે, સરકારએ દિવ્યાંગોના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ બનાવી છે.

દિવ્યાંગો માટે સરકારી નોકરીમાં અનામતની જોગવાઇ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, દિવ્યાંગોને કુદરતે ભલે શારીરિક મર્યાદાઓ આપી હોય પણ સામે બીજી ઘણીબધી શક્તિઓ આપી હોય છે. દિવ્યાંગ વ્યક્તિઓ નોર્મલ વ્યક્તિઓને પ્રેરણા આપે તેવું કામ ઘણા દિવ્યાંગોએ કર્યુ છે. તેમણે બે હાથ વગરની યુવતી જેસિકાની વાત કરતા કહ્યું કે, જેસિકા નામની યુવતી બે હાથ વિના તમામ કામ પગથી કરે છે અને હાથ ન હોવા છતાં પાઇલોટ બની બંને પગથી વિમાન ઉડાડે છે જે આપણા માટે પ્રેરણારૂપ છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

કાર્યક્રમના પ્રારંભમાં કલેકટરએ દિપ પ્રાગટ્ય કરી ર્ડા. બાબા સાહેબ આંબેડકરના ફોટાને ફુલહાર કર્યા હતાં. આ પ્રસંગે શિક્ષણ, પત્રકારત્વ, રમત-ગમત, સંગીત સહિતના વિવિધ ક્ષેત્રોમાં પ્રશંસનીય યોગદાન આપનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. દિવ્યાંગ લગ્ન સહાય યોજનાના બે યુગલોને રૂ.૧- ૧ લાખની સહાયના ચેક એનાયત કરવામાં આવ્યા હતાં. કલેકટરના હસ્તે ટ્રાયસીકલ તથા રોજગારી માટે સિવવાના સંચા લાભાર્થીઓને એનાયત કરાયા હતાં.

આ પ્રસંગે અગ્રણીઓ ભગાજી વિસાતર, દિનેશકુમાર મકવાણા, કપિલ ચૌહાણ, દિવ્યાંગ સરકારી વકીલ ભરતભાઇ રાવત, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ર્ડા. નરેશભાઇ મેણાત, સક્ષમ સંસ્થાના રાજેશ ઠક્કર સહિત સારી સંખ્યામાં દિવ્યાંગ ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા