પાલનપુરઃ વિશ્વ યોગ દિનને અનુલક્ષી જનસંપર્ક કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર, પાલનપુર બનાસકાંઠા જિલ્લાના ટેકનીકલ વિધાલય પાલનપુર ખાતે ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયના ક્ષેત્રિય લોકસંપર્ક કાર્યાલય દ્વારા યોગ વિશે લોકજાગૃતિ વધારવા આંતરરાષ્ટ્રીય યોગ દિનના અગ્રિમ પ્રચારના ભાગરૂપે વિશેષ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યોગ સંસ્થાનોના અનુભવી યુવા યોગાચાર્યો દ્વારા શાળાના બાળકો તથા શહેરના યુવાનો અને શિક્ષકોને યોગાસનો, પ્રાણાયામનો અભ્યાસ કરાવવામા
 
પાલનપુરઃ વિશ્વ યોગ દિનને અનુલક્ષી જનસંપર્ક કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર, પાલનપુર

બનાસકાંઠા જિલ્લાના ટેકનીકલ વિધાલય પાલનપુર ખાતે ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયના ક્ષેત્રિય લોકસંપર્ક કાર્યાલય દ્વારા યોગ વિશે લોકજાગૃતિ વધારવા આંતરરાષ્ટ્રીય યોગ દિનના અગ્રિમ પ્રચારના ભાગરૂપે વિશેષ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યોગ સંસ્થાનોના અનુભવી યુવા યોગાચાર્યો દ્વારા શાળાના બાળકો તથા શહેરના યુવાનો અને શિક્ષકોને યોગાસનો, પ્રાણાયામનો અભ્યાસ કરાવવામા આવ્યો હતો.

“કરો યોગ રહૉ નિરોગ” ના સૂત્રને સાર્થક કરવા તથા આ સહિયારા પ્રયાસમાં નહેરુ યુવા કેન્દ્ર પાલનપુરના યુવા કો-ઓર્ડીનેટર, સંસ્થાના અધ્યાપકો અને પાલનપુરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી શ્રી ફાઉન્ડેશનમાંથી યુવા યોગા એક્સપર્ટ હર્શિલભાઇ પ્રજાપતિ, સુસ્મિતભાઈ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ભારત સરકાર દ્વારા દેશના તથા વિશ્વના લોકોના આરોગ્ય અને સ્વસ્થ તંદુરસ્ત જીવન માટે ભારતીય પરંપરા “વસુધૈવ કુટુંમ્બકમ” ની ભાવનાને યોગના માધ્યમથી સાકાર કરાયો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિન 21મી જુનના અગ્રીમ પ્રચારના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ હતું. યોગના પ્રચાર પ્રસાર અર્થે વિધાલયમાં યોગાસન સ્પર્ધા અને પ્રશ્નમંચ સ્પર્ધાનું અને અન્ય સ્થળોએ સમૂહચર્ચા અને અન્ય પ્રવૃત્તિઓનું આયોજન કરી યોગના મહત્વની જાણકારી આપવામા આવી હતી. વિવિધ યોગાસન સ્પર્ધા તેમજ યોગ પર આધારીત પ્રશ્નમંચ સ્પર્ધાના વિજેતાઓને ક્ષેત્રિય લોકસંપર્ક કાર્યાલય, પાલનપુર દ્વારા ઈનામ આપી પુરસ્કૃત કરવામા આવ્યા હતાં. કાર્યક્રમની સંપૂર્ણ ભૂમિકા, આયોજન, સંચાલન ક્ષેત્રિય લોક સંપર્ક કાર્યાલય, પાલનપુરના પ્રચાર અધિકારી જે. ડી. ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ટેક્નિકલ વિધાલયના આચાર્ય તેમજ શિક્ષકગણ અને વિધાર્થીઓનો સરાહનીય સહયોગ પ્રાપ્ત થયો હતો.