પાલનપુરના ત્રણ યુવાનોનું સરાહનીય કાર્ય, વિદ્યાર્થીઓને ફ્રી ટ્યુશન લઈ પંથકને શિક્ષિત બનાવશે
અટલ સમાચાર, પાલનપુર રાજ્યમાં એક તરફ મોંઘીદાટ ફી ભરીને વાલીઓ પોતાના બાળકોને ખાનગી ટ્યૂશન કરાવે છે એવામાં બનાસકાંઠાના પાલનપુરના ટાકરવાડાના 3 શિક્ષિત યુવાનો 50થી વધુ બાળકોને મફત ટ્યૂશન આપીને અલગ રાહ ચીંધી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરથી 15 કિલોમીટર દૂર આવેલા ટાકરવાડા ગામના 3 મિત્રોએ પંથકને શિક્ષિત બનાવવાની જવાબદારી ઉપાડી છે. ગામના યુવક વિવેક ઠાકોર અને
Dec 30, 2018, 22:26 IST

અટલ સમાચાર, પાલનપુર
રાજ્યમાં એક તરફ મોંઘીદાટ ફી ભરીને વાલીઓ પોતાના બાળકોને ખાનગી ટ્યૂશન કરાવે છે એવામાં બનાસકાંઠાના પાલનપુરના ટાકરવાડાના 3 શિક્ષિત યુવાનો 50થી વધુ બાળકોને મફત ટ્યૂશન આપીને અલગ રાહ ચીંધી છે.

વિવેકે પોતે કેમેસ્ટ્રી વિષય સાથે બી.એસસી અને બી.એડનો અભ્યાસ કરેલો છે તેમજ તેના સાથી મિત્ર રોહિત ગ્રેજ્યુએટ છે અને હસમુખ પોતે હાલમાં બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. પોતાના અભ્યાસ કાળમાં વિવિધલક્ષી વિદ્યામંદિર પાલનપુરના શિક્ષકોમાંથી તેણે આ પ્રેરણા મળી હતી અને આ કામની શરૂઆત તેણે તેના ગામના ધોરણ 1થી 10માં અભ્યાસ કરતા બાળકોને મફત ટ્યૂશન આપવાની શરૂઆત કરી.
પોતે આમ તો સૌપ્રથમ તેના ઠાકોર સમાજના બાળકોને શિક્ષિત કરવાનો હેતુ સેવ્યો હતો પરંતુ તેની આ કામગીરી સારી રીતે ચાલતા તેમણે તમામ સમાજના બાળકોને મફત ટ્યૂશન આપવાની શરૂઆત કરી. વિવેક તેના મિત્રો સાથે મળીને છેલ્લા 6 મહિનાથી મફત ટ્યૂશનનો સેવાયજ્ઞ પોતાના નિવાસ સ્થાને ચલાવે છે. પોતાના આગામી સમયના ભાવિ સ્વપ્ન અંગે વાત કરતા તેણે જણાવ્યું હતુ કે આ પ્રકારના સેવા કાર્યો દરેક ગામમાં શિક્ષિત યુવાનો શરૂ કરે અને પોતાના જ ગામના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અંગે યોગદાન આપે.
વિવેકના પિતા પ્યૂન તરીકે ફરજ બજાવે છે અને તેમના બહેન ધોરણ 11 અને 12માં કેમેસ્ટ્રી વિષયના શિક્ષિકા છે. જુલાઈ માસમાં 5 વિદ્યાર્થીઓને મફત ટ્યૂશન આપવાની શરૂઆત કરનાર વિવેક અને તેના મિત્રો હાલ 50થી વધુ બાળકોને મફત ટ્યૂશન આપી રહ્યાં છે.