AtalBihari Vajpayee
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાલનપુર

આજે તા.૨૫ ડિસેમ્‍બરના રોજ પાલનપુર ખાતે સ્વ. વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્‍મ દિનની- સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કલેકટર સંદીપ સાગલે અને અગ્રણીઓએ દીપપ્રાગટ્ય કરી સ્વ. અટલ બિહારી વાજપેયીને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં. આ કાર્યક્રમમાં કલેકટરના હસ્તે બનાસકાંઠા જિલ્લાના ૫ બિનખેતીના હુકમો, ૫૧ નવી શરતમાંથી જુની શરતના હુકમો અને ૩૬ વારસાઇ નોંધના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં કલેકટરરે જણાવ્યું કે સ્વ.અટલ બિહારી વાજપેયીજીના જન્મ દિનને-સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે બિનખેતી, નવી શરતમાંથી જૂની શરતમાં અને વારસાઇ નોંધની પ્રક્રિયા મહેસુલ વિભાગ દ્વારા ઓનલાઇન કરવામાં આવી છે. તેમણે કહ્યું કે બિનખેતીની પ્રક્રિયા માટે પહેલાં ૯૦ દિવસની સમયમર્યાદા હતી હવે આ પ્રક્રિયા ઓનલાઇન થવાથી ગણતરીના દિવસોમાં ૫ અરજદારોને એન.એ.ના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું છે. વધુમાં જણાવ્યું કે અરજદારોના કામ ઝડપથી થાય અને તેમને ન્યાય મળે તે માટે રાજય સરકાર કટીબધ્ધ છે. આ કાર્યક્રમમાં માહિતી ખાતા નિર્માણ કરાયેલ રાજય સરકારની એક વર્ષની સિધ્ધિ દર્શાવતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ દર્શાવવામાં આવી હતી. જેને લોકોએ રસપૂર્વક નિહાળી હતી.

આ પ્રસંગે અગ્રણી ગિરીશભાઇ જગાણીયા,  ભગુભાઇ કુગશીયા,  મેરૂજી ધુંખ, શૈલેષભાઇ પટેલ, પ્રાંત અધિકારી એ.ડી.જોષી સહિત અધિકારીઓ, અગ્રણીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code