પલટો@મહેસાણાઃ પાલિકા પ્રમુખની ભાજપ સાથે શરતો તુટી, કોંગ્રેસમાં પુનઃવાપસી

અટલ સમાચાર, મહેસાણા(પ્રિયકાન્ત શ્રીમાળી) મહેસાણા પાલિકામાં સત્તાપલટો ગણતરીના કલાકો પુરતો હોવાનું સામે આવ્યું છે. ગત દિવસોએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં પાલિકા પ્રમુખ સહિત 7 નગરસેવકોએ ભાજપનો ખેસ પહેર્યો હતો. આથી વર્ષો બાદ કોંગ્રેસ પાસે આવેલી નગરપાલિકામાં ભાજપનો દોરીસંચાર આવી જતા પ્રદેશ સુધી ખળભળાટ મચી ગયો હતો. જોકે, ગણતરીના કલાકોમાં પાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ રાજકીય
 
પલટો@મહેસાણાઃ પાલિકા પ્રમુખની ભાજપ સાથે શરતો તુટી, કોંગ્રેસમાં પુનઃવાપસી

અટલ સમાચાર, મહેસાણા(પ્રિયકાન્ત શ્રીમાળી)

મહેસાણા પાલિકામાં સત્તાપલટો ગણતરીના કલાકો પુરતો હોવાનું સામે આવ્યું છે. ગત દિવસોએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં પાલિકા પ્રમુખ સહિત 7 નગરસેવકોએ ભાજપનો ખેસ પહેર્યો હતો. આથી વર્ષો બાદ કોંગ્રેસ પાસે આવેલી નગરપાલિકામાં ભાજપનો દોરીસંચાર આવી જતા પ્રદેશ સુધી ખળભળાટ મચી ગયો હતો. જોકે, ગણતરીના કલાકોમાં પાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ રાજકીય ધતિંગનો પુરાવો આપી કોંગ્રેસમાં વાપસી કરી છે.

પલટો@મહેસાણાઃ પાલિકા પ્રમુખની ભાજપ સાથે શરતો તુટી, કોંગ્રેસમાં પુનઃવાપસી
અગાઉ ભાજપમાં જોડાયાની નીતિન પટેલ સાથેની તસવીર

મહેસાણા નગરપાલિકામાં સત્તાધીન કોંગ્રેસી નગરસેવકો વચ્ચે બે ફાટીયા પડી ગયા હોઈ ભાજપે રાજકીય દાવ ખેલ્યો હતો. જેમાં કોંગ્રેસના 29માંથી પાલિકા પ્રમુખ સહિત 7 નગરસેવકો ખેંચી સત્તાપલટો કર્યાનું સામે આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં કોંગ્રેસના 7 નગરસેવકોએ ભાજપનો ખેંસ પહેરી લેતા પ્રદેશ કોંગ્રેસમાં પગતળે રેલો આવ્યો હતો. આથી ફરીવાર સત્તા પલટો કરવા રાજકીય દોડધામ મચી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, ઘનશ્યામ સોલંકી પ્રમુખ પદ જાળવી રાખવા ઘર વાપસી કરી છે.

પલટો@મહેસાણાઃ પાલિકા પ્રમુખની ભાજપ સાથે શરતો તુટી, કોંગ્રેસમાં પુનઃવાપસી

પલટો@મહેસાણાઃ પાલિકા પ્રમુખની ભાજપ સાથે શરતો તુટી, કોંગ્રેસમાં પુનઃવાપસી

ભાજપનો ખેસ પહેરી લીધેલ 7માંથી એક માત્ર પાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ પુનઃ કોંગ્રેસમાં વાપસી કરી છે. ગણતરીના કલાકોમાં પલટી મારવા બાબતે પૂછતા નીતિન પટેલ સમક્ષ ગ્રાન્ટની માંગણી કરવા ગયા હોવાનું જણાવી રાજકીય ધતિંગનો પુરાવો આપ્યો છે. જોકે, પ્રદેશ કોંગ્રેસે મહેસાણા પાલિકા પ્રમુખને પોતાના તરફી ખેંચતા પાલિકામાં ભાજપના સાશનનો છેદ ઉડી ગયો છે.