પાલાવાસણામાં ગ્રામિણ વિસ્તાર પરિચય શિબીર આરોગ્ય કેમ્પ યોજાયો

અટલ સમાચાર, મહેસાણા ગ્રામિણ વિસ્તાર પરિચય શિબીર હેઠળ મહેસાણા સાર્વજનિક બી.એસ.ડબલ્યુ, એમ.એસ.ડબલ્યુ કોલેજ દ્વારા રવિવારે પાલાવાસણા ગામમાં યોજાયેલ આરોગ્ય કેમ્પમાં સીવીલ હોસ્પિટલ અને ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીની તબીબી ટીમ દ્વારા સર્વાઇકલ કેન્સરના નિદાન માટે પ્રાથમિક તપાસણી કરાઇ હતી. જેમાં 80 બહેનો જોડાઇ હતી, ત્યારે આંખ, બાળરોગ, સ્ત્રી રોગના 174 દર્દીઓનું નિદાન કરાયુ હતું. પીડીયાટ્રીશીન ડૉ. સંજય
 
પાલાવાસણામાં ગ્રામિણ વિસ્તાર પરિચય શિબીર આરોગ્ય કેમ્પ યોજાયો

અટલ સમાચાર, મહેસાણા

ગ્રામિણ વિસ્તાર પરિચય શિબીર હેઠળ મહેસાણા સાર્વજનિક બી.એસ.ડબલ્યુ, એમ.એસ.ડબલ્યુ કોલેજ દ્વારા રવિવારે પાલાવાસણા ગામમાં યોજાયેલ આરોગ્ય કેમ્પમાં સીવીલ હોસ્પિટલ અને ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીની તબીબી ટીમ દ્વારા સર્વાઇકલ કેન્સરના નિદાન માટે પ્રાથમિક તપાસણી કરાઇ હતી. જેમાં 80 બહેનો જોડાઇ હતી, ત્યારે આંખ, બાળરોગ, સ્ત્રી રોગના 174 દર્દીઓનું નિદાન કરાયુ હતું. પીડીયાટ્રીશીન ડૉ. સંજય પટેલ, ગાયનેકોલોજીસ્ટ ડૉ. આશિષ પટેલ, ઓપ્ટોમેટ્રીશ ડૉ. પ્રહલાદભાઇ પટેલ, સર્વાઇકલ કેન્સરના ડૉ. મહેશ્વરી, ફાર્માસીસ્ટ ડૉ. અંકુર પરમાર વગેરે સેવારત રહ્યા હતા. ગ્રામજનોને ઘરઆંગણે વિનામૂલ્યે સારવાર, દવા વિતરણ આયોજીત કેમ્પનું કોલેજના આચાર્યના નેતૃત્વમાં કોઓર્ડીનેટર શીતલબેન ગજ્જર, રોશનીબેન ચૌધરી દ્વારા સંચાલન કરાયુ હતું.