પાલિકા@ડીસા: શાળા- કોલેજોમાં ફાયર સેફ્ટીની તપાસ બાદ ધડાધડ નોટીસ

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) સુરતમાં આગની ઘટનાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. વહીવટીતંત્રના આદેશને પગલે પાલિકાના સત્તાધીશો હરકતમાં આવ્યા છે. ડીસા પાલિકાએ શાળા અને કોલેજોમાં ફાયર સેફ્ટીની તપાસ બાદ નોટીસો ફટકારી છે. શહેરની જાણીતી આદર્શ હાઇસ્કુલમાં ગંભીર ક્ષતિ ધ્યાને આવી છે. ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ફાયર સેફ્ટી સામે આંખ આડા કાન કરી શાળા, કોલેજ,
 
પાલિકા@ડીસા: શાળા- કોલેજોમાં ફાયર સેફ્ટીની તપાસ બાદ ધડાધડ નોટીસ

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

સુરતમાં આગની ઘટનાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. વહીવટીતંત્રના આદેશને પગલે પાલિકાના સત્તાધીશો હરકતમાં આવ્યા છે. ડીસા પાલિકાએ શાળા અને કોલેજોમાં ફાયર સેફ્ટીની તપાસ બાદ નોટીસો ફટકારી છે. શહેરની જાણીતી આદર્શ હાઇસ્કુલમાં ગંભીર ક્ષતિ ધ્યાને આવી છે.

ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ફાયર સેફ્ટી સામે આંખ આડા કાન કરી શાળા, કોલેજ, ટ્યુશન ક્લાસ, ખાનગી સંસ્થાઓ, હોસ્ટેલ, મોલ, રેસ્ટોરન્ટ, હોટેલ, ખાનગી બિલ્ડીંગ ઊભી થઈ છે. સુરતની ઘટના બાદ આદેશ મળતાં ડીસા પાલિકાએ તપાસ શરૂ કરી છે. પાલિકાએ સરેરાશ 10થી વધુ સ્થળોને ફાયર સેફ્ટી મામલે નોટિસ છોડી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ડીસાની આદર્શ હાઇસ્કુલના ભોંયતળિયે કોમ્પ્યુટર લેબ આવેલી છે. જ્યાં સરેરાશ 1000થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છતાં ફાયર સેફ્ટીની પૂરતી વ્યવસ્થા નથી. જેની જાણ પાલિકાને થતાં દોડધામ મચી ગઇ છે. શહેરની અનેક જગ્યાઓ પર ભયજનક બાબતો છતાં વહીવટથી ચાલુ રહી છે.