harji palika
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,હારીજ

પાટણ જીલ્લાની હારીજ નગરપાલિકાની પ્રમુખ પદ માટેની ચુંટણી સોમવારે યોજાઇ હતી. જેમાં સવા વર્ષ માટે પાલિકાના નવિન પ્રમુખ તરીકે ચંપાબેન બી.ઠાકર ની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જોકે પાલિકાની ચુંટણીની બેઠકમાં ભાજપના 17 સદસ્યો જયારે કોંગ્રેસના 3 સભ્યો હાજર રહયા હતા. કોંગ્રેસ પાસે બહુમતી ન હોવાથી તેમણે ચુંટણીમાં ઝંપલાવ્યુ નહોતુ.

harji palika1

હારીજ નગરપાલિકામાં છેલ્લા કેટલાંક વર્ષોથી ભાજપનું જ શાસન છે. સોમવારે નગરપાલિકામાં સવા વર્ષ માટે પ્રમુખની ચુંટણી યોજાઇ હતી. જોકે પાલિકાની ચુંટણીની બેઠકમાં કુલ 21 સદસ્યો હાજર રહયા હતા. જેમાં ભાજપના 17 સદસ્યો જયારે કોંગ્રેસના 3 સભ્યો હાજર રહયા હતા. પ્રમુખની ચુંટણીમાં કોંગ્રેસ પાસે બહુમતી ન હોવાથી ભાજપના ચંપાબેન બી.ઠાકરની સવા વર્ષ માટે પ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

સોમવારે યોજાયેલ પાલિકાની ચુંટણીમાં કોંગ્રેસ પાસે બહુમતી ન હોવાથી કોંગ્રેસે ચુંટણીમાં કોઇ ઉમેદવાર ઉભો ન રાખતા ભાજપના ચંપાબેન બી.ઠાકરની વરણી કરવામાં આવી હતી. જોકે ભાજપ ઘ્વારા હર્ષોલ્લાસ સાથે ચંપાબેનની જીતની ઉજવણી કરવામાં આવી હતી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code