આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા નગરજનોના નશીબ કાઠા છે અથવા સત્તાધીશો જવાબદારીથી છટકી રહ્યા હોવાનું ચિત્ર સામે આવ્યું છે. શહેરના બગીચામાં હરવા ફરવા જતાં નગરજનોને અંધારાનો સામનો કરવો પડી રહ્યો છે. અંધારાનો કબજો રખાવવા ખુદ પાલિકા જવાબદાર હોવાનાં સવાલો ઉભા થયા છે.

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં છત્રપતિ શિવાજી હરણાંવ ઉદ્યાન આવેલું છે. જ્યાં ઉનાળા ટાણે રાત્રે શહેરીજનો હરવા ફરવા આવી રહ્યા છે. હવે બાળકો સાથે નગરજનોની ભીડ વધે છતાં પાલિકા લાઈટો સામે નજર અંદાજ કરી રહી છે.

બગીચામાં અનેક વીજપોલ શોભાનો ગાંઠિયો સાબિત થઈ રહ્યા છે. કેટલીક લાઈટો ચાલુ તો અનેક બંધ હોવાથી નગરજનો રાત્રે અંધારાનો કબજો સહન કરી રહ્યા છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code