પાલિકા@ખેડબ્રહ્મા: એક ઇસમને બે ગાયોએ શિંગડે લીધો, આબાદ બચાવ

અટલ સમાચાર,ખેડબ્રહ્મા ખેડબ્રહ્મામાં દિન પ્રતિદિન રખડતા પશુઓનો ત્રાસ વધી જવા પામ્યો છે. રોજ બરોજ લોકોને હડફેટે લેતા રહે છે.બુધવારના રોજ ચંગોદ ગામના ભૂરાભાઈ બાબુભાઇ બેગડીયા તેમના બે બાળકો કોમલ અને યુવરાજના અભ્યાસ માટે જરુરી દાખલા માટે મામલતદાર કચેરી આવેલ હતા. સાંજના 5 વાગે બહાર આવી રોડ ઉપર બાઈક ઉભી રાખી હતી. અને બાળકો બેસવા જતા
 
પાલિકા@ખેડબ્રહ્મા: એક ઇસમને બે ગાયોએ શિંગડે લીધો, આબાદ બચાવ

અટલ સમાચાર,ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મામાં દિન પ્રતિદિન રખડતા પશુઓનો ત્રાસ વધી જવા પામ્યો છે. રોજ બરોજ લોકોને હડફેટે લેતા રહે છે.બુધવારના રોજ ચંગોદ ગામના ભૂરાભાઈ બાબુભાઇ બેગડીયા તેમના બે બાળકો કોમલ અને યુવરાજના અભ્યાસ માટે જરુરી દાખલા માટે મામલતદાર કચેરી આવેલ હતા. સાંજના 5 વાગે બહાર આવી રોડ ઉપર બાઈક ઉભી રાખી હતી. અને બાળકો બેસવા જતા હતા ત્યારે સામેથી એક ગાય આવી ભૂરાભાઈને શિંગડે ભરાવતા તેઓ પડી ગયા હતા.

ગાય ઘ્વારા અચાનક કરવામાં આવેલા હુમલાથી ભૂરાભાઈ ગભરાઇ ગયા હતા અને ગાયના પગ પકડી લેતા ગાયપાછળના પગેથી મારવા લાગી હતી. અને તેની સાથે બીજી એક ગાય પણ મારવા લાગી હતી. જે સમયે આજુબાજુથી વેપારીઓ દોડી આવી છોડાવવા જતા પણ ગાય પાછી ન પડતા લોકોએ ડંડા મારવા છતાં પણ પાછી ન ગઈ હતી. જેથી વેપારીઓ સાથે બીજા લોકોએ ભેગા થઈ ભૂરા ભાઈએ ખેંચી લેતા તેમનો બચાવ થયો હતો. ખેડબ્રહ્મા મા અવાર નવાર રખડતા ઢોર નો ત્રાસ હોઇ નગરપાલિકામાં વારંવાર રજુઆત કરવા છતા નગરપાલિકા ઘ્વારા આખ આડા કાન કરવામાં આવે છે.