આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા નગરપાલિકા ફાયર સ્ટેશનમાં દુર્ઘટના સામે ત્વરીત પગલાં લેવા એક સ્પેશ્યલ વાન તૈયાર કરવામાં આવી છે. મહેસાણા પાલિકાને ફાયર કોલ સિવાય અન્ય સ્પેશિયલ સર્વિસ કોલ જેવા કે તળાવ, કુવા, નદી, કેનાલ વિગેરેમાંથી બચાવ તેમજ ડેડ બોડીનાં કોલ તેમજ એનિમલ બચવાના કોલ પણ અવાર નવાર આવતા રહેતા હોય છે.આવા કોલમાં ઝડપી અને સલામતીથી યોગ્ય કામગીરી કરવા માટે મહેસાણા નગરપાલિકા ફાયર શાખામાં સ્પેશિયલ સર્વિસ વાન (ફાયર એન્ડ રેસ્ક્યુ) બનાવવામાં આવી છે.

પાલિકાએ તૈયાર કરેલ સ્પેશ્યલ રેસ્ક્યુ વાનની ખાસિયતો :

 • સ્પેશિયલ સર્વિસ વાન લાઈટ મોટર વિહિકલ પર એવી રીતિ બનાવવામાં આવી શે કે જેનો ઉપયોગ ફાયર તેમજ સ્પેશિયલ સર્વિસ કોલ માં થઇ શકે છે.
 • સ્પેશિયલ સર્વિસ વાન વાન માં ફાયર કોલ માટે ૮૦૦ લીટર પાણી ની ટેંક સાથે અલ્ટ્રા હાઈ પ્રેસર નો વોટર પંપ અને ૬૦ મીટર લાંબી હોજ રીલ (પાણીની પાઈપ) બેસાડવામાં આવેલ છે. જેની મદદથી ઓછા પાણીના વપરાસથી આગ બુઝાવવાની કામગીરી કરી શકાય છે.
 • સ્પેશિયલ સાર્વીસ વાન લાઈટ મોટર વિહિકલ પર બાનાવેલ હોઈ જ્યાં મોટા ફાયર ફાઈટર ના જઈ શકે તેવા નાની ગલી અને સાંકડા રસ્તા વાળા વિસ્તારમાં આસાનીથી જઈને આગ બુઝાવવાની કામગીરી કરી શકે છે.
 • અલ્ટ્રા હાઈ પ્રેસર નો વોટર પંપ કારણે જરૂર જણાય તો લાઈવ ઇલેક્ટ્રિક ફાયર ફાઈટીંગ પણ કરી શકે છે.
 • સ્પેશિયલ સર્વિસ વાનમાં ફાયર સિવાયના સ્પેસીયલ કોલ માટે ખાસ પ્રકારની સુવિધા રાખવામાં આવેલ છે. જેના માટે એક ૧૦૦૦ કિલો વજન ઉસકી શકે અને ૧૨ ફૂટ સુધી લાંબી થઇ શકે તે પ્રકારની ખાસ ક્રેન બેસાડવામાં આવેલ છે જેની મદદથી કુવા, વાવ, સીવેજ ની કુંડી, માંથી એનિમલ ને આસાનીથી બહાર નીકળી શકાય છે. તેમજ કુવામાંથી બચાવ કામગીરી કરવા માટે તેમાં રહેલ વિન્ચ ની મદદથી ફાયર મેનને સલામાતી પૂર્વક આસાનીથી કુવામાં ઉતારી શકાય છે.
 • રાત્રી કામગીરી કરાવાવા માટે વાનની ઉપર એક હાઈ માસ પણ લગાવવામાં આવેલ છે.

વાનમાં ફાયર અને રેસ્ક્યુ કામગીરી કરવા માટે જુદા જુદા પ્રકારના સાધનો પણ મુકવામાં આવેલ છે.

 • લાઈફ જેકેટ
 • લાઈફ બો રીંગ
 • હાઈડ્રોલીક કટર
 • રેસ્ક્યુ રોપ અને લાઈન
 • એનીમલ રેસ્કયુ બેલ્ટ
 • ફાય મેન એક્સ
 • લાર્જ હેમર
 • બી એ સેટ
 • સેફટી બેલ્ટ
 • રેસ્ક્યુ નેટ
 • સો કટર

આ સિવાય આવનાર સમયમાં આગ લાગે તો જે તે વ્યક્તિ કોલ કરશે તો ત્યાનું લાઈવ લોકેશન દેખાશે. જેથી આગના બનાવે ફાયર સર્વિસ ઝડપીમાં ઝડપી જે તે જગ્યા પર પહોંચી શકે અને પબ્લિક સેકટરનું વધુ થતું નુકશાન અટકાવી શકાય. આ રેસ્ક્યુ વ્હીકલ લાવવામાં અને એનામાં આટલી ફેસિલિટી લાવવા પાછળ નગરપાલિકાના માજી ઉપપ્રમુખ જયદીપસિંહ ડાભીએ અને ફાયર ચીફ હરેશભાઇ પટેલે ભારે જહેમત કરેલ છે.

01 Oct 2020, 10:42 AM (GMT)

COVID-19 Global Stats

34,412,719 Total Cases
1,022,833 Death Cases
25,600,750 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code