પાલિકા@મહેસાણા: પેનલ બોર્ડની ખરીદીના ભ્રષ્ટાચારનું રણશીંગુ ફરી વાગ્યું

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા પાલિકા ઘ્વારા કેટલાક મહિના અગાઉ ભુર્ગભ ગટરની કામગીરી માટે પેનલ બોર્ડ ખરીદવામાં આવ્યા હતા. જેમાં સત્તાધીન કોંગ્રેસના જ નગરસેવકો નારાજ બની રજૂઆત કરી હતી. જેમાં ફરી એકવાર ભ્રષ્ટાચારનું રણશીંગુ ફુંકી ચીફ ઓફીસરને રજૂઆત કરી છે. જેમાં પંચનામા કરતા દરમ્યાન પોતાને ઉપસ્થિત રહેવા સારૂ અને જો વધારાની ખરીદી થઇ હોય તો પરત
 
પાલિકા@મહેસાણા: પેનલ બોર્ડની ખરીદીના ભ્રષ્ટાચારનું રણશીંગુ ફરી વાગ્યું

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા પાલિકા ઘ્વારા કેટલાક મહિના અગાઉ ભુર્ગભ ગટરની કામગીરી માટે પેનલ બોર્ડ ખરીદવામાં આવ્યા હતા. જેમાં સત્તાધીન કોંગ્રેસના જ નગરસેવકો નારાજ બની રજૂઆત કરી હતી. જેમાં ફરી એકવાર ભ્રષ્ટાચારનું રણશીંગુ ફુંકી ચીફ ઓફીસરને રજૂઆત કરી છે. જેમાં પંચનામા કરતા દરમ્યાન પોતાને ઉપસ્થિત રહેવા સારૂ અને જો વધારાની ખરીદી થઇ હોય તો પરત કરવા જણાવી દીધુ છે.

પાલિકા@મહેસાણા: પેનલ બોર્ડની ખરીદીના ભ્રષ્ટાચારનું રણશીંગુ ફરી વાગ્યું

મહેસાણા પાલિકામાં કોંગ્રેસના સત્તાધીશો પુર્ણ બહુમતી વચ્ચે પણ પોતાની જ પાર્ટીમાં મજબૂત વિપક્ષનો અનુભવ કરી રહયા છે. અગાઉ અઢી વર્ષની ટર્મ પુર્ણ થઇ ગયા બાદ પણ આંતરીક નારાજગી અને અવિશ્વાસ કાયમ રહયો છે. ગત દિવસોએ ભુર્ગભ ગટરની કામગીરી માટે ખરીદવામાં આવેલ પેનલ બોર્ડમાં ભ્રષ્ટાચારની રજૂઆત કરાઇ હતી. જેમાં ફરીથી ચીફ ઓફીસરને પત્ર લખી પોતાની હાજરીમાં પંચનામુ કરવા જણાવ્યુ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, રજુઆત કરનાર નગરસેવકોએ અગાઉ વિજીલન્સ અને પ્રાદેશિક કમિશ્નરને ભ્રષ્ટાચાર બાબતે ફરીયાદ કરી હતી. જેમાં તપાસની ગતિવિધિ આગળ વધતી હોઇ આગામી ટુંક સમયમાં પંચનામુ થશે. જેથી નગરસેવકોએ પોતાની હાજરી ફરજીયાત રાખવા અને જો વધુ સામગ્ર ખરીદી હોય તો પરત આપવા ચીફ ઓફીસરને રજૂઆત કરતા પાલિકાના નાણાંકીય, વહીવટી અને રાજકીય આલમમાં ગરમાવો આવી ગયો છે.