આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

કોરોના કહેર વચ્ચે પાટણ પાલિકાના કોર્પોરેટરે પાલિકા પ્રમુખને શહેરના તમામ પમ્પિંગ સ્ટેશનમાં યોગ્ય સુવિધાઓ કરવા પત્ર લખ્યો છે. જેમાં ગંદકી સાફ કરાવવા, રાત્રિના સમયે લાઇટની સમસ્યા દૂર કરવા, ઝાડી-ઝાંખરા દુર કરવા, પેનલબોર્ડની જર્જરીત ઓરડીઓ રીપેર કરાવવા, ગુન્હાહીત પ્રવૃત્તિઓ જે પમ્પિંગ સ્ટેશનમાં થતી હોઇ ત્યાં પોલીસ કેસની કાયદાકીય કાર્યવાહી કરવા સહિતની રજૂઆત કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ નગરપાલિકાના કોર્પોરેટરે પાલિકા પ્રમુખને પમ્પિંગ સ્ટેશનમાં યોગ્ય સુવિધાઓ અંગે પત્ર લખ્યો છે. પાલિકાના કોર્પોરેટર ભરતભાઇ ભાટીયાએ પ્રમુખ સ્મિતાબેન પટેલને લખેલા પત્રમાં વિવિધ મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો છે. જેમાં ગત દિવસોએ ગાયત્રી પમ્પિંગ સ્ટેશન પર શોર્ટ-સર્કિટથી આગ લાગતાં વોટર વર્કસના કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝર જાવેદભાઇ ગંભીર રીતે દાઝ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. જેથી ભવિષ્યમાં આવી કોઇ ઘટના ના બને તેને લઇ યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પાલિકા પ્રમુખને લખેલા પત્રમાં સ્વચ્છતાં અને બાંધકામ મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી છે. જેમાં પાટણ શહેરમાં હાલ 16 જેટલા પમ્પિંગ સ્ટેશનો હયાત હોવાથી પાલિકા કોન્ટ્રાક્ટ આપીને સંતોષ માનતી હોવાનો આક્ષેપ કર્યો છે. આ સાથે ઘણા પમ્પિંગ સ્ટેશનોમાં રાત્રીના સમયે લાઇટો થતી નથી, ઝાડી-ઝાંખરા ઉગી નીકળવા અને આવા પમ્પિંગ સ્ટેશનોમાં ગુન્હાહીત પ્રવૃત્તિઓની મહેફિલો જામતી હોવાની રજૂઆત કરી છે. જેથી વિવિધ મુદ્દાને લઇ તાત્કાલિક અસર કાર્યવાહી કરવા પાલિકા પ્રમુખને રજૂઆત કરાઇ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code