પાલોદરઃચોસઠ જોગણી માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ, લોકમેળાની પુરી વિગત જાણો

અટલ સમાચાર, મહેસાણા લોકમેળાના ગણતરીના દિવસો બાકી હોઈ પંચાયત, મંદિર ટ્રસ્ટ તેમજ ગ્રામજનો તૈયારીમાં લાગ્યા મહેસાણા જિલ્લામાં પવિત્ર યાત્રાધામમાંનુ એક પાલોદર ચોસઠ જોગણી માતાજી જાણીતું છે. અહીં ગુજરાતભરમાંથી દર્શનાર્થીઓ દર્શનાર્થે આવતા હોય છે. આ પવિત્ર સ્થળે ફાગણ વદ પાંચમને માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો હતો. જેમાં ચોસઠ જોગણી માતાજીને આંગી ચઢાવાઈ હતી. આ શોભાયાત્રામાં હજારો ભાવિકભક્તો
 
પાલોદરઃચોસઠ જોગણી માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ, લોકમેળાની પુરી વિગત જાણો

અટલ સમાચાર, મહેસાણા

લોકમેળાના ગણતરીના દિવસો બાકી હોઈ પંચાયત, મંદિર ટ્રસ્ટ તેમજ ગ્રામજનો  તૈયારીમાં લાગ્યા

મહેસાણા જિલ્લામાં પવિત્ર યાત્રાધામમાંનુ એક પાલોદર ચોસઠ જોગણી માતાજી જાણીતું છે. અહીં ગુજરાતભરમાંથી દર્શનાર્થીઓ દર્શનાર્થે આવતા હોય છે. આ પવિત્ર સ્થળે ફાગણ વદ પાંચમને માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો હતો. જેમાં ચોસઠ જોગણી માતાજીને આંગી ચઢાવાઈ હતી. આ શોભાયાત્રામાં હજારો ભાવિકભક્તો જોડાયા હતા. કહેવાય છે કે આજથી પાલોદર યાત્રાધામ ખાતે માતાજીના મેળાની તૈયારીઓમાં પાલોદર સહિત આજુબાજુના ફતેપુરા, સોનેરીપુરા સહિતના પંથકવાસીઓ લોકમેળાની તૈયારીઓમાં લાગી જતા હોય છે.

પાલોદરઃચોસઠ જોગણી માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ, લોકમેળાની પુરી વિગત જાણો પાલોદરઃચોસઠ જોગણી માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ, લોકમેળાની પુરી વિગત જાણો

ખેડૂતલક્ષી શુકન તથા માતાજીની સઘડી દર્શનાર્થીઓ માટે આકર્ષણ

ફાગણ વદ અગિયારસને અને બારસ તા.31-3-2019 રવિવાર તેમજ 1-4-2019 સોમવાર એમ બે દિવસ દરમિયાન માતાજીના લોકમેળામાં ખેડૂતલક્ષી શુકન તથા મહાકાળી માતાજીની સઘડી નીકળશે. જેમાં ખેડૂતો માટે વર્ષ કેવું રહેશે તેની આગાહી કરવામાં આવશે જ્યારે બીજા દિવસે સઘડી નીકળશે જેમાં માતાજીના આશીર્વાદથી લોક સુખાકારીના એંધાણ જાણી શકાય છે. આ બન્ને દિવસો દરમિયાન રાત્રે લોકભવાઈમાં ભારે ભીડ રહેશે.

રાસ-ગરબા, રાઈડર્સ તેમજ ખાણીપીણીના સ્ટોલની મજા

આ પવિત્ર દિવસો રાત્રે રાસ-ગરબાની રમઝટ જામશે. જેમાં ખ્યાતનામ ગુજરાતી કલાકારો શ્રધ્ધાળુઓને ગરબાની ધૂન પર ડોલાવશે. જ્યારે મેળામાં વિવિધ પ્રકારના રાઈડર્સ તેમજ ખાણીપીણીના સ્ટોલની મજા માણશે. જ્યાં અવનવા ચકડોળ આકર્ષણ જમાવશે. નાના-મોટેરા સૌ કોઈ ખામીપીણીનો લુપ્ત ઉઠાવશે.

એસ.ટી. તથા પોલીસતંત્ર ખડેપગે રહેશે

લાખો શ્રધ્ધાળુઓને મુસાફરીમાં સરળતા રહે માટે મહેસાણા એસ.ટી. તંત્ર દ્વારા મહેસાણાથી પાલોદર ખાતે વધારાની બસો ફાળવાઈ છે. જ્યારે કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે પોલીસતંત્ર દ્વારા બન્ને દિવસો દરમિયાન સઘન સુરક્ષા વ્યવસ્થાને લઈ બંદોબસ્ત હાથ ધરવા પોલીસકર્મીઓ ખડેપગે હાજર રહેશે.

પાલોદરઃચોસઠ જોગણી માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ, લોકમેળાની પુરી વિગત જાણો
file photo
પાલોદરઃચોસઠ જોગણી માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ, લોકમેળાની પુરી વિગત જાણો
file photo

મેળા નિમિત્તે સદાવ્રત ભોજન પ્રસાદ

ગ્રામજનો દ્વારા પવિત્ર લોકમેળાને લઈ રામદેવપીર મંદિર અને મહાદેવ મંદિરમાં સેવાભાવી ભક્તો દ્વારા દર્શને આવતા માઈભક્તો માટે સદાવ્રત ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. વર્ષોથી ચાલતા આ સદાવ્રતમાં ભક્તો ભોજનપ્રસાદ લઈ ધન્યતા અનુભવતા હોય છે.

પાલોદરમાં પ્રવેશ માટે સુલભ માર્ગોની યાદી

(1) મહેસાણા જુના એસ.ટી. ડેપોથી ડાયરેક્ટ બસ માર્ગ 5 કિ.મી.નો સરળ રહેશે.

(2) રાધનપુર ચોકડી-રામોસણા ચોકડીથી બસ સહિત પ્રાઈવેટ સાધનોની ઉપલબ્ધતા 4 કિ.મી. અંતર.

(3) બાય પાસ પાંચોટ ચોકડીથી 2 કિ.મી.

(4) મોટીદાઉ-સોનેરીપુરા માર્ગથી 2.5 થી 3 કિ.મી. અંતર.

(5) રુપાલ માર્ગથી 2 કિ.મી.

(6) મહેસાણા-ઊંઝા હાઈવે વાયા ફતેપુરા માર્ગે પાલોદર 1.5 થી 3 કિ.મી.

(7) મહેસાણા નવા એસ.ટી. ડેપો (મોઢેરા ચોકડી)થી 6 કિ.મી.