પાલોદરઃ સરપંચ પુત્રએ 7 ટ્રેક્ટર લાકડુ બારોબાર વેચી મારતા ચકચાર

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા તાલુકાના પાલોદર ગામના મહિલા સરપંચના પુત્રએ લાકડાના વહિવટમાં બારોબારીયું કરતા ગામમાં ચકચાર મચી ગઈ છે. હજારોની કિંમતનું લાકડું નજીવી રકમે વેચી નાણાં ખીચે કરતા વહિવટી અને રાજકીય ગરમાવો વધી ગયો છે. સમગ્ર મામલે તલાટીએ રેકર્ડમાં નોંધ ન હોવાનું કહી ઘટનાને પરોક્ષ રીતે પુષ્ટી આપી દીધી છે. નડરરૂપ ન હોય તેવા બાવળ
 
પાલોદરઃ સરપંચ પુત્રએ 7 ટ્રેક્ટર લાકડુ બારોબાર વેચી મારતા ચકચાર

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા તાલુકાના પાલોદર ગામના મહિલા સરપંચના પુત્રએ લાકડાના વહિવટમાં બારોબારીયું કરતા ગામમાં ચકચાર મચી ગઈ છે. હજારોની કિંમતનું લાકડું નજીવી રકમે વેચી નાણાં ખીચે કરતા વહિવટી અને રાજકીય ગરમાવો વધી ગયો છે. સમગ્ર મામલે તલાટીએ રેકર્ડમાં નોંધ ન હોવાનું કહી ઘટનાને પરોક્ષ રીતે પુષ્ટી આપી દીધી છે. નડરરૂપ ન હોય તેવા બાવળ સહિતના અનેક વૃક્ષોનું સફાઈની આડમાં નિકંદન ગેરીરિતી આચરાઈ હોવાની ચર્ચા ઉઠી છે.

પાલોદરઃ સરપંચ પુત્રએ 7 ટ્રેક્ટર લાકડુ બારોબાર વેચી મારતા ચકચાર

મહેસાણા નજીક આવેલ પાલોદર ગામે સરકારી ઉચાપત થઈ હોવાની આશંકા ઉભી કરતો મામલો સામે આવ્યો છે. મહિલા સરપંચના પુત્રએ ગામનું કિંમતી લાકડુ બારોબાર વેચી મારતા ગ્રામપંચાયતને હજારોની રકમનું નુકશાન પહોંચ્યું છે. સુત્રોએ જણાવ્યું હતું કે, ગામના એક જાગૃત નાગરિકે લાકડુ ખરીદનાર પાર્ટી પાસે વાત કરતા ભાંડો ફૂટ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ તરફ ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રીએ સરપંચ પુત્રના લાકડા અંગેના વ્યવહારની પંચાયતમાં કોઈ નોંધ ન પડી હોવાનું જણાવતા સદસ્યો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. મોંઘી કિંમતનું લાકડુ નિયમો મુજબ વેચી પંચાયતને આવક કરાવવાને બદલે સરપંચપુત્રએ ખિસ્સુ ભરતા ગ્રામજનો લાલઘૂમ બન્યા છે.

પાલોદરઃ સરપંચ પુત્રએ 7 ટ્રેક્ટર લાકડુ બારોબાર વેચી મારતા ચકચારઉલ્લેખનીય છે કે, ચુંટણીના માહોલ વખતે સરપંચ ગ્રામજનોને વ્યવસ્થા, જાળવણી અને સુધારાના બળગા ફૂંકી વિશ્વાસ સંપાદીત કરી વોટ મેળવે છે. અને જ્યારે ખુરશી હાથમાં આવતા જ સગા-વહાલાઓ સરપંચના નામે છૂટો દોર મેળવી ગ્રામજનોની આંખમાં મરચું નાખી યેનકેન પ્રકારે તગડી કમાણી કરી લેતા હોવાનું ગામની ભોળી પ્રજાના ધ્યાન પર આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠે છે. ત્યારે પાલોદરની ઉપરોક્ત બાબતોમાં પણ સરપંચપુત્ર સામે આવું જ બની રહ્યું છે.

કેવી રીતે સમગ્ર ગેરરીતિને અંજામ અપાયો તેની વધુ વિગતો માટે જોતા રહો Atalsamachar.com વેબ પોર્ટલ પર.