પાલોદરના વિદ્યાર્થીનો રાજ્યમાં દબદબોઃ માર્શલ આર્ટમાં રાજ્યકક્ષાનો એવોર્ડ મેળવ્યો

અટલ સમચાાર, મહેસાણા (મેહુલસિંહ) મહેસાણા જિલ્લાના પાલોદર ગામના સહદેવસિંહ જેસલસિંહ વાઘેલાએ અમદાવાદ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની રમત ‘નેશનલ મર્ટીયલ આર્ટ્સ એવોર્ડ’ મેળવ્યો છે. શહેરની જ સેન્ટઝેવિયર્સ સ્કૂલના આ વિદ્યાર્થીએ માર્શલ આર્ટ સ્પર્ધામાં વજન પાડ્યો છે. વિજેતા વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે નાનપણથી જ પરિવારજનો અને શાળાના શિક્ષકો પ્રોત્સાહન પુરુ પાડી રહ્યા છે. જેથી માર્શલ આર્ટમાં જ આગળ
 
પાલોદરના વિદ્યાર્થીનો રાજ્યમાં દબદબોઃ માર્શલ આર્ટમાં રાજ્યકક્ષાનો એવોર્ડ મેળવ્યો

અટલ સમચાાર, મહેસાણા (મેહુલસિંહ)

મહેસાણા જિલ્લાના પાલોદર ગામના સહદેવસિંહ જેસલસિંહ વાઘેલાએ અમદાવાદ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની રમત ‘નેશનલ મર્ટીયલ આર્ટ્સ એવોર્ડ’ મેળવ્યો છે.

શહેરની જ સેન્ટઝેવિયર્સ સ્કૂલના આ વિદ્યાર્થીએ માર્શલ આર્ટ સ્પર્ધામાં વજન પાડ્યો છે. વિજેતા વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે  નાનપણથી જ પરિવારજનો અને શાળાના શિક્ષકો પ્રોત્સાહન પુરુ પાડી રહ્યા છે. જેથી માર્શલ આર્ટમાં જ આગળ વધવાની ઈચ્છા છે.

અમદાવાદ ખાતે યોજાયેલ આ સ્પર્ધામાં દેશના અલગ-અલગ રાજ્યોમાંથી આવેલા કોચનું યોગ્ય માર્ગદર્શન મળ્યું હતું.  જેથી આગામી સમયમાં  આગામી સમયમાં નેશનલ કક્ષાએ પસંદગી પામી ગુજરાતનું ગાૈરવ વધારવાની ઈચ્છા છે તેમ આ વિદ્યાર્થીએ અટલ સમાચારને જણાવ્યું હતું. ખૂબ મોટી સંખ્યામાં આવેલ સ્પર્ધકો સામે બાજી મારી સમગ્ર ગામ, સમાજ, શાળા તેમજ જિલ્લાનું ગાૈરવ વધારતા સહદેવસિંહને હાલ તો અભિનંદનોનો વરસાદ થઈ રહ્યો છે.