પાલોદર લોકમેળો:પ્રથમ દિવસે ખેડૂતલક્ષી શુકન, બીજા દિવસે સઘડી દર્શન

અટલ સમાચાર મહેસાણા મહેસાણા જિલ્લામાં પવિત્ર યાત્રાધામમાંનુ એક પાલોદર ચોસઠ જોગણી માતાજી જાણીતું છે. અહીં ગુજરાતભરમાંથી વર્ષે દહાડે લાખો દર્શનાર્થીઓ દર્શનાર્થે આવતા હોય છે. આ પવિત્ર સ્થળ એવા પાલોદર યાત્રાધામ ખાતે માતાજીના મેળાની તૈયારીઓમાં ગુજરાભરના દર્શનાર્થીઓ સાથે પાલોદર સહિત આજુબાજુના ફતેપુરા, સોનેરીપુરા સહિતના પંથકવાસીઓ ચોસઠ જોગણીના દ્વારે શીશ ઝુકાવવાનુ ચુકતા નથી. સરપંચના મોટા પુત્ર અને
 
પાલોદર લોકમેળો:પ્રથમ દિવસે ખેડૂતલક્ષી શુકન, બીજા દિવસે સઘડી દર્શન

અટલ સમાચાર મહેસાણા

મહેસાણા જિલ્લામાં પવિત્ર યાત્રાધામમાંનુ એક પાલોદર ચોસઠ જોગણી માતાજી જાણીતું છે. અહીં ગુજરાતભરમાંથી વર્ષે દહાડે લાખો દર્શનાર્થીઓ દર્શનાર્થે આવતા હોય છે. આ પવિત્ર સ્થળ એવા પાલોદર યાત્રાધામ ખાતે માતાજીના મેળાની તૈયારીઓમાં ગુજરાભરના દર્શનાર્થીઓ સાથે પાલોદર સહિત આજુબાજુના ફતેપુરા, સોનેરીપુરા સહિતના પંથકવાસીઓ ચોસઠ જોગણીના દ્વારે શીશ ઝુકાવવાનુ ચુકતા નથી.

પાલોદર લોકમેળો:પ્રથમ દિવસે ખેડૂતલક્ષી શુકન, બીજા દિવસે સઘડી દર્શન

સરપંચના મોટા પુત્ર અને સામાજીક આગેવાન ગામનાં વિકાસ કાર્યોમા અગ્રેસર રહેતાં વિનુભાઈ પટેલ દ્વારા પણ ગામલોકો, સભ્યો અને યુવકોની મદદથી  મુઠ્ઠીઊંચેરી સેવા બજાવી રહ્યા છે.

મહેસાણા નજીક આવેલા યાત્રાધામ પાલોદરમાં શ્રી ચોસઠ જોગણી માતાજીનો પરંપરાગત 2 દીવસીય શુકનમેળાનો ૩૧મી માર્ચ, રવિવાર તેમજ 1 એપ્રિલ સોમવારે યોજાનાર છે. પ્રથમ દિવસે યજુર્વેદમાં જણાવ્યા પ્રમાણે ખેડુત જીવનને સ્પર્શતા શુકન જોવાશે. મેળામાં હજારોની સંખ્યામાં યાત્રાળુઓ પહોંચે છે. દુકાનો અને ખાણીપીણીની પણ દર્શનાર્થીઓ ઝયાફત ઉઠાવતા હોય છે. યાત્રાળુઓ માતાજીના દર્શન કર્યા બાદ મેળાની મજા માણશે.

પાલોદર લોકમેળો:પ્રથમ દિવસે ખેડૂતલક્ષી શુકન, બીજા દિવસે સઘડી દર્શન

યાત્રાળુ સહિતને કોઈ જાતની તકલીફ ન પડે તે માટે પાલોદર ગ્રામ પંચાયત ભારે જહેમત ઉઠાવી રહી છે. પંચાયતના સરપંચના મોટા પુત્ર અને સામાજીક આગેવાન ગામનાં વિકાસ કાર્યોમા અગ્રેસર રહેતાં વિનુભાઈ પટેલ દ્વારા પણ ગામલોકો, સભ્યો અને યુવકોની મદદથી  મુઠ્ઠીઊંચેરી સેવા બજાવી રહ્યા છે. ગ્રામ પંચાયતના સભ્યો પણ મેળાના આયોજન માટે  સતત ખડેપગે  પ્રયત્નશીલ બની રહ્યા છે.

ખેડૂતલક્ષી શુકન તથા માતાજીની સઘડી દર્શનાર્થીઓ માટે આકર્ષણ

ફાગણ વદ અગિયારસને અને બારસ તા.31-3-2019 રવિવાર તેમજ 1-4-2019 સોમવાર એમ બે દિવસ દરમિયાન માતાજીના લોકમેળામાં ખેડૂતલક્ષી શુકન તથા મહાકાળી માતાજીની સઘડી નીકળશે. જેમાં ખેડૂતો માટે વર્ષ કેવું રહેશે તેની આગાહી કરવામાં આવશે જ્યારે બીજા દિવસે સઘડી નીકળશે જેમાં માતાજીના આશીર્વાદથી લોક સુખાકારીના એંધાણ જાણી શકાય છે. આ બન્ને દિવસો દરમિયાન રાત્રે લોકભવાઈમાં ભારે ભીડ રહેશે.

રાસ-ગરબા, રાઈડર્સ, સ્ટોલની મજા

આ પવિત્ર દિવસો દરમિયાન ગામના દરેક સમાજના યુવાનો પંચાયતના સાથ-સહકારથી રાત્રે રાસ-ગરબાની રમઝટ માટે તૈયારીમા લાગી પડ્યા છે. જામશે. જેમાં ખ્યાતનામ ગુજરાતી કલાકારો શ્રધ્ધાળુઓને ગરબાની ધૂન પર ડોલાવશે. જ્યારે મેળામાં વિવિધ પ્રકારના રાઈડર્સ તેમજ ખાણીપીણીના સ્ટોલની મજા માણશે. જ્યાં અવનવા ચકડોળ આકર્ષણ જમાવશે. નાના-મોટેરા સૌ કોઈ ખામીપીણીનો લુપ્ત ઉઠાવશે.

મેળાના પગલે ડાયવર્ઝન અપાયું

મહેસાણા તાલુકાના પાલોદર ગામે ૩૦ માર્ચ ૨૦૧૯ થી ૦૧ એપ્રિલ ૨૦૧૯ સુધી જોગણી માતાજીના મંદિરે મોટો મેળાને લઈ ટ્રાફિકની વ્યવસ્થા જળવાઇ રહે તે માટે વિવિધ આદેશો કરેલ છે. જેમાં મહેસાણા તરફથી પાલોદર તરફ જતા વાહનો રામોસણા ચાર રસ્તાથી પ્રવેશ કરી રામોસણા થઇ પાલોદર તરફ જશે. પાલોદરથી બહાર જતા વાહનો પાલોદરથી ફતેહપુરા ગામ જતા રોડે થઇ હાઇવે રોડ ઉપર જશે. હાઇવે થઇ ફતેહપુરા પાટીયે થઇ પાલોદર આવતા વાહનોનો પ્રવેશ બંધ રહેશે.

ઉંઝા હાઇવે રોડ તરફથી પાલોદર આવતા વાહનો પ્રવેશ માર્ગે હાઇવે સોનેરીપુરાથી પાલોદર અને બહાર જવાના માર્ગ પણ તેજ રહેશે. પાર્કિગ વ્યવસ્થા પ્રાથમિક શાળા પાલોદર નજીક તથા રોડની બાજુમાં હરીજન મહોલ્લા તરફ ખાડામાં રહેશે. આ જાહેરનામું ૩૦ માર્ચ ૨૦૧૯ થી ૦૧ એપ્રિલ ૨૦૧૯ સુધી અમલમાં રહેશે.