પંચાયત@દિયોદર: કારોબારી અને સામાજીક ન્યાય સમિતિના ચેરમેનની બિનહરીફ વરણી

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક) કોરોનાકાળ વચ્ચે આજે દિયોદર તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી. જેમાં કારોબારી અને સામાજીક ન્યાય સમિતિના ચેરમેનોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ગત દિવસોએ અઢી વર્ષની ટર્મ પુર્ણ થતાં બંને પક્ષે સરખા સભ્યો હોઇ ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી. જેમાં ભાજપે સત્તા હાંસલ કરતાં ઉત્તમસિંહ વાઘેલા પ્રમુખ બન્યાં હતા. જે બાદ
 
પંચાયત@દિયોદર: કારોબારી અને સામાજીક ન્યાય સમિતિના ચેરમેનની બિનહરીફ વરણી

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)

કોરોનાકાળ વચ્ચે આજે દિયોદર તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી. જેમાં કારોબારી અને સામાજીક ન્યાય સમિતિના ચેરમેનોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ગત દિવસોએ અઢી વર્ષની ટર્મ પુર્ણ થતાં બંને પક્ષે સરખા સભ્યો હોઇ ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી. જેમાં ભાજપે સત્તા હાંસલ કરતાં ઉત્તમસિંહ વાઘેલા પ્રમુખ બન્યાં હતા. જે બાદ આજે મળેલી સામાન્ય સભામાં કારોબારી અને સામાજીક ન્યાય સમિતિના ચેરમેનોની બિનહરીફ વરણી કરાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ પદની બીજી ટર્મની ચૂંટણી ગત દિવસોએ યોજાઇ હતી. જેમાં ચિઠ્ઠી ઉછાળ્યા બાદ ભાજપને સિંહાસન મળતાં આજે પ્રમુખના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળી હતી. જેમાં ચૂંટણી વખતે ભાજપને સમર્થન જાહેર કરનારા મહિલા સભ્ય કેશાબેન રેવાભાઇ પરમારને ઇનામ મળ્યુ હોય તેમ આજે સામાજીક ન્યાય સમિતિના ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે. આ સાથે કારોબારી ચેરમેન તરીકે મનજીભાઇ હરીભાઇ જોષીની પણ બિનહરીફ વરણી થઇ છે.

પંચાયત@દિયોદર: કારોબારી અને સામાજીક ન્યાય સમિતિના ચેરમેનની બિનહરીફ વરણી

સૂત્રોએ જણાવ્યું હતુ કે, દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની બીજી ટર્મની ચૂંટણીમાં સત્તાની સાંઠમારી વચ્ચે ભાજપે કોંગ્રેસના એક સભ્ય અને કોંગ્રેસે ભાજપના એક સભ્યને પોતાની બાજુ કર્યા હતા. જોકે બંને તરફે 11-11 સભ્યો હોઇ ટાઇ પડતાં ચિઠ્ઠી ઉછાળવામાં આવતાં ભાજપને સત્તા હાંસલ થઇ હતી. આ તરફ ચૂંટણી વખતે કોંગ્રેસમાંથી ભાજપને સમર્થન જાહેર કરનાર કેશાબેન પરમારને આજે ઇનામ મળ્યુ હોય તેવી સ્થિતિ બની છે. આ તરફ તાલુકા પંચાયતના સભ્યો નવિન ચેરમેનોને શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, દિયોદર ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઘેલા અને દિયોદર ગ્રામ પંચાયતના સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા હાજર રહ્યા હતા.

પંચાયત@દિયોદર: કારોબારી અને સામાજીક ન્યાય સમિતિના ચેરમેનની બિનહરીફ વરણી