પંચમહાલઃ રોડ ઉપર 11 ફુટનો મગર નીકળ્યો, લોકોના ટોળા ઉમટ્યા

અટલ સમાચાર, ડેસ્ક સમગ્ર દેશમાં 31 મે સુધી લોકડાઉનને લંબાવવામાં આવ્યું છે. ત્યારે અનેક જંગલી જનાવરો રોડ ઉપર ખુલ્લે આમ ફરતા જોવા મળે છે. આ સાથે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની શક્તિપુરા પાસે આવેલી નર્મદા કેનાલના રોડ ઉપર 11 ફૂટનો મહાકાય મગર આવી ગયો હતો. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો પંચમહાલ જીલ્લાના ગોધરા,
 
પંચમહાલઃ રોડ ઉપર 11 ફુટનો મગર નીકળ્યો, લોકોના ટોળા ઉમટ્યા

અટલ સમાચાર, ડેસ્ક

સમગ્ર દેશમાં 31 મે સુધી લોકડાઉનને લંબાવવામાં આવ્યું છે. ત્યારે અનેક જંગલી જનાવરો રોડ ઉપર ખુલ્લે આમ ફરતા જોવા મળે છે. આ સાથે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની શક્તિપુરા પાસે આવેલી નર્મદા કેનાલના રોડ ઉપર 11 ફૂટનો મહાકાય મગર આવી ગયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પંચમહાલ જીલ્લાના ગોધરા, વેજલપુર અને ઘોઘંબા વન વિભાગના કર્મચારીઓએ મગરને રેસ્ક્યૂ કર્યો હતો. મહાકાય મગરને જોવા માટે લોકો લોકડાઉન ભૂલી ગયા હતા અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ સાથે મગરની પાસે જઇને લોકો ફોટો પાડતા હતા. વન વિભાગના કર્મચારીઓ પણ માસ્ક વગર જોવા મળ્યા હતા.