પાંચોટ ગામમાં રવિવારે સામુહિક રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર, મહેસાણા મહેસાણાના પાંચોટ ગામમાં રવિવારે સામુહિક રક્ષાબંધન હોય તેવો ઉમંગ અને ઉલ્લાસનો માહોલ હતો. સાત ગામ પાટીદાર સમાજ માઢની પાટીદારની બહેનો, દીકરીઓ અને ફોઇ એમ ત્રણ-ત્રણ પેઢીઓ એકસાથે હાજર હતી. 35 વર્ષથી લઇને 85 વર્ષની 1022 દીકરીઓ પિયરમાં આવી હતી. આ દરેક બહેનોને રૂ. 8500ની ફિક્સ ડિપોઝિટની રસીદ અપાઇ ત્યારે ભાવવિભોર દ્રશ્યો સર્જાયાં
 
પાંચોટ ગામમાં રવિવારે સામુહિક રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણાના પાંચોટ ગામમાં રવિવારે સામુહિક રક્ષાબંધન હોય તેવો ઉમંગ અને ઉલ્લાસનો માહોલ હતો. સાત ગામ પાટીદાર સમાજ માઢની પાટીદારની બહેનો, દીકરીઓ અને ફોઇ એમ ત્રણ-ત્રણ પેઢીઓ એકસાથે હાજર હતી. 35 વર્ષથી લઇને 85 વર્ષની 1022 દીકરીઓ પિયરમાં આવી હતી. આ દરેક બહેનોને રૂ. 8500ની ફિક્સ ડિપોઝિટની રસીદ અપાઇ ત્યારે ભાવવિભોર દ્રશ્યો સર્જાયાં હતાં. બહેનો ગળગળી થઇ ગઇ, આંખમાં હરખનાં આંસુ સાથે લાડલા ભાઇઓને જુગ જુગ જીવોના આશીર્વાદ વરસાવી રહી હતી. ઉલ્લેખનીય છે કે, આ 1022 દીકરીઓને કુલ રૂ.86,87,000ની એફડી અર્પણ કરાઇ હતી.