આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,કાંકરેજ(ભગવાન રાયગોર)

કાંકરેજ તાલુકાના થરા ખાતે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ અને થરા શહેર દ્રારા ૧૧ ફેબ્રુઆરીએ પંડીત દિનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે થરા રેફરલ હોસ્પીટલમા દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામા આવ્યા હતા. તેમજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત ધારાસભ્ય કિતિઁસિંહ વાઘેલા તેમજ કાર્યકરો દ્રારા સાફ સફાઇ કરવામા આવી હતી. આ કાર્યક્રમ દરમ્યાન કાંકરેજ ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા,ગુજરાત રાજ્ય યુવક બોર્ડ થરાના સંયોજક ઉમેશભાઈ પ્રજાપતિ, ગુજરાત રાજ્ય યુવક બોર્ડ કાંકરેજના સંયોજક ભરતસિંહ વાઘેલા (ભલગામ) અને જયેશભાઇ ચૌધરી (માંડલા), તેજજી ઠાકોર પ્રમુખ થરા શહેર ભાજપ, મહામંત્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને રાયમલભાઈ પટેલ, હરેશભાઇ ચૌધરી,ફકુભાઈ,બકુલભાઈ નાઈ,નરેન્દ્રસિંહ વાઘેલા,ગૌરવ ઠક્કર અને મહેન્દ્રભાઈ જોશી તેમજ કાંકરેજ અને થરા ના સ્વામી વિવેકાનંદ મંડળના પ્રમુખઓએ હાજરી આપી હતી.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code