કયા અભિનેતાના ઘરે આજે પણ સાદાઇથી ચુલા પર બને છે ખાવાનુ ?

અટલ સમાચાર,ડેસ્ક મુંબઈમાં 14 વર્ષ અને આશરે 40 ફિલ્મો, ઘણા ટેલીવિઝન કાર્યક્રમોમાં કામ કરનારા બોલિવુડના પંકજ ત્રિપાઠી લાંબા સમય સુધી નાની-નાની ભૂમિકાઓ કરી આજે પણ જમીન સાથે જોડાયેલો છે.પંકજ ત્રિપાઠી ગામમાંથી તો બહાર નીકળી આવ્યો, પરંતુ ગામડાંની યાદો તેની અંદર હજુ પણ છે. પંકજ ત્રિપાઠી તે 14 વર્ષથી મુંબઈમાં છે, વર્ષમાં બે-ત્રણ દિવસ જ પોતાના
 
કયા અભિનેતાના ઘરે આજે પણ સાદાઇથી ચુલા પર બને છે ખાવાનુ ?

અટલ સમાચાર,ડેસ્ક

મુંબઈમાં 14 વર્ષ અને આશરે 40 ફિલ્મો, ઘણા ટેલીવિઝન કાર્યક્રમોમાં કામ કરનારા બોલિવુડના પંકજ ત્રિપાઠી લાંબા સમય સુધી નાની-નાની ભૂમિકાઓ કરી આજે પણ જમીન સાથે જોડાયેલો છે.પંકજ ત્રિપાઠી ગામમાંથી તો બહાર નીકળી આવ્યો, પરંતુ ગામડાંની યાદો તેની અંદર હજુ પણ છે. પંકજ ત્રિપાઠી તે 14 વર્ષથી મુંબઈમાં છે, વર્ષમાં બે-ત્રણ દિવસ જ પોતાના ગામ જઈ શકે છે. છતા તેની રહેણી-કરણી આજે પણ એક દેશી વ્યક્તિ જેવી જ છે. પંકજ આમ તો ફિલ્મોમાંથી કરોડો રૂપિયા કમાય છે, પરંતુ ઘરમાં આજે પણ ખાવાનું ચુલા પર જ બનાવવામાં આવે છે. પંકજ મૂળ ખેડૂત છે. તેના પિતાનું નામ બનારસ ત્રિપાઠી અને માતાનું નામ હેમંત દેવી છે. જ્યારે પંકજે પોતાના પિતાને કહ્યુ કે તે એક્ટિંગ કરવા માંગે છે, ત્યારે તેના પિતાએ તેને માત્ર એટલું જ પૂછ્યું હતુ કે, ખાવા જેટલું તો કમાઈ લઈશ ને? પિતાના આટલું કહેતા જ તે દિલ્હી SND પહોંચી ગયો.