લોકરક્ષક પેપર લીક કૌભાંડઃઉત્તર ગુજરાત સાથ કનેક્શન

ભાજપના નેતાઓનું પેપર લીંક કૌભાંડ અરવલ્લી પહોચ્યુ પેપરલીંક કૌભાંડ બાદ ભાજપે લીધા કડક પગલાં જાણો બનાસકાંઠા બીજી વાર થયુ બદનામ જાણો કારણ ગુજરાતમાં લોકરક્ષકોની ભરતી માટેની પરીક્ષાનું પેપર લીક થવાના કેસમાં સીઆઈડી ક્રાઈમના એસપી વિરેંદ્ર યાદવે ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં કુલ 5 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. પેપર લીકકાંડનો મુખ્ય સુત્રધાર યશપાલસિંહ જશવંતસિંહ સોલંકી
 
લોકરક્ષક પેપર લીક કૌભાંડઃઉત્તર ગુજરાત સાથ કનેક્શન

ભાજપના નેતાઓનું પેપર લીંક કૌભાંડ અરવલ્લી પહોચ્યુ
પેપરલીંક કૌભાંડ બાદ ભાજપે લીધા કડક પગલાં જાણો
બનાસકાંઠા બીજી વાર થયુ બદનામ જાણો કારણ

ગુજરાતમાં લોકરક્ષકોની ભરતી માટેની પરીક્ષાનું પેપર લીક થવાના કેસમાં સીઆઈડી ક્રાઈમના એસપી વિરેંદ્ર યાદવે ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં કુલ 5 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. પેપર લીકકાંડનો મુખ્ય સુત્રધાર યશપાલસિંહ જશવંતસિંહ સોલંકી લુણાવાડાનો છે જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સેનિટરી વિભાગમાં હંગામી ધોરણે કામગીરી કરે છે. જ્યારે બીજા આરોપી પીએસઆઇ પી.વી.પટેલ જે ગાંધીનગરમાં વાયરલેસ વિભાગમાં નોકરી કરે છે. તે અગાઉ પોલીસ ભવનમાં નોકરી કરતા હતા. અને પોલીસ ભરતી બોર્ડમાં પણ ફરજ નિભાવી ચૂક્યો છે. જ્યારે ત્રીજો આરોપી અરવલ્લી જિલ્લાના અરજણ વાવ ગામનો રહેવાસી મનહર રણછોડભાઈ પટેલ ભાજપમાંથી બાયડ નગરપાલિકા ચૂંટણી લડી ચૂક્યો છે. પેપર લીકમાં નામ આવતા જ તેને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયો છે. ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓ સાથે મનહર પટેલનો ધરોબો હોવાનું કહેવામાં આવે છે.
ચોથા આરોપી તરીકે બનાસકાંઠાના એડરણાના મુકેશ મૂળજીભાઇ ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી છે. મુકેશ ચૌધરી ભાજપનો નેતા છે.અને વડગામ તાલુકા પંચાયતનો સભ્ય છે. પેપરલીકમાં નામ આવતાં ભાજપે તેને સસ્પેન્ડ કર્યો છે. નાંદોત્રા બેઠક પરથી ભાજપમાંથી ચૂંટાયેલ છે.
લોકરક્ષક પેપર લીક કૌભાંડમાં ગાંધીનગરના શ્રી રામ હોસ્ટેલની રેક્ટર રૂપલ શર્માનું પણ નામ બહાર આવ્યું છે. લોક રક્ષકની પરીક્ષામાં તે પોતે પણ એક ઉમેદવાર હતી.
યશપાલસિંહ સોલંકી પેપરના જવાબો તે દિલ્હીથી લઈને આવ્યો હતો અને આ પેપર તેણે પાંચ લાખમાં વેચ્યું હોવાનું જાણવા મળ્યું છે. માત્ર એટલું જ નહીં, મનહર પટેલને યશપાલ સિંહે આન્સર કી આપી હતી.