પેપર ફુટ્યુ અને વડાસણનો પરિવાર પણ વિખેરાયો યુવકનું મોત

લોક રક્ષકની પરિક્ષા રદ થતા ઘરે પરત ફરતા ઉમેદવારનું અકસ્માતે મોત, ગામ હિબકે ચઢ્યુ લોક રક્ષકની પરીક્ષાનું પેપર રદ થતા નીરાશા સાથે પરત ફરી રહેલા વિજાપુર તાલુકાના વડાસણ ગામના આશાસ્પદ યુવકનું અકસ્માતમાં મોત નીપજતા ગામ આખુહિબકે ચઢ્યુ હતું અને મૃતકના માનમાં બંધ પાડી શ્રદ્ધાજલિ અર્પી હતી. જાણવા મળ્યા મુજબ યુવકના લગ્નને માત્ર એક વર્ષ જેટલો
 
પેપર ફુટ્યુ અને વડાસણનો પરિવાર પણ વિખેરાયો યુવકનું મોત

લોક રક્ષકની પરિક્ષા રદ થતા ઘરે પરત ફરતા ઉમેદવારનું અકસ્માતે મોત, ગામ હિબકે ચઢ્યુ
લોક રક્ષકની પરીક્ષાનું પેપર રદ થતા નીરાશા સાથે પરત ફરી રહેલા વિજાપુર તાલુકાના વડાસણ ગામના આશાસ્પદ યુવકનું અકસ્માતમાં મોત નીપજતા ગામ આખુહિબકે ચઢ્યુ હતું અને મૃતકના માનમાં બંધ પાડી શ્રદ્ધાજલિ અર્પી હતી. જાણવા મળ્યા મુજબ યુવકના લગ્નને માત્ર એક વર્ષ જેટલો જ સમય થયો હતો. મૃતકના માતા પણ ચોધારા આસુએ રડી પડ્યા હતા જ્યારે નવવધુએ પણ પોતાનો પતિ ગુમાવ્યો છે.

પેપર ફુટ્યુ અને વડાસણનો પરિવાર પણ વિખેરાયો યુવકનું મોત
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકા વડાસણ ગામનો જયસીહ વિહોલ (26) રવિવારે સવારે વહેલા ઉઠીને નોકરીની આશાએ લોક રક્ષકની પરિક્ષાનું પેપર આપવા માટે પોતાના પિતરાઇ ભાઇ સાથે ઘરેથી બાઇક પર અમદાવાદ પરીક્ષા સેન્ટર પર જવા નીકળ્યા હતા. જો કે પેપર લીક થતા પરીક્ષા રદ થઇ હતી જેને પગલે તેઓ નીરાશા સાથે ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે ગાંધીનગર પાસે બાલવા ચારરસ્તા પાસે તેમની બાઇકને અકસ્માત નડ્યો હતો બસ સાથે સર્જાયેલા અકસ્માતમાં યુવકનું મોત નીપજ્યુ હતું.નોધનીય છે કે, રાજ્યમાં લોકરક્ષકની 9,713 જગ્યા માટે રવિવારે પરીક્ષાનું આયોજન થયું હતું અને પેપર લીક થતાં સમગ્ર પરીક્ષા રદ કરાતા ઉહાપોહ મચ્યો હતો
અને રોષે ભરાયેલા ઉમેદવારોએ અનેક જગ્યાએ ચક્કાજામ કર્યા હતા. જો કે આ મામલે પોલીસ ફરિયાદ નોધાઇ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

પેપર લીક પ્રકરણમાં આરોપીઓ

– વડોદરાનો યશપાલસિંહ જશવંતસિંહ સોલંકી (દિલ્હી ગુરગાવથી આવ્યો હતો), ગાંધીનગરની શ્રીરામ હોસ્ટેલની રૂપલ શર્મા, અરવલ્લી જિલ્લાના અરજણવાવ વિસ્તારનો મનહર રણછોડભાઈ પટેલ, ગાંધીનગર વાયરલેસ પી.એસ.આઈ પી.વી.પટેલ, બનાસકાંઠા જિલ્લાના ઈડરણા ગામનો મુકેશ મૂળજીભાઈ ચૌધરી.