આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,અમદાવાદ

લોકરક્ષક દળના પેપરલિક કૌભાંડમાં પોલીસને મોટી સફળતા મળી છે. આ કેસના મુખ્ય આરોપી સુરેશ પંડ્યાની ધરપકડ કરાઈ છે. સમગ્ર કૌભાંડમાં સુરેશ પંડ્યાનો મહત્વનો રોલ હોવાનું પોલીસને ધ્યાને આવ્યું છે.

એલઆરડી પેપરલિકમાં ગાંધીનગર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત ઓપરેશનમાં સુરેશ પંડ્યા નામનો આરોપી ઝડપાયો છે. પેપર લિક કૌભાંડમાં સુરેશ પંડ્યાનો મહત્વનો રોલ હોવાનું માની પોલીસ કૌભાંડ કેવી રીતેે અને કોણે-કોણે કેમ કર્યુ તે સહિતના સવાલોના જવાબ મળી શકે તેવી આશા પોલીસને બંધાઇ છે.  પેપર ફોડનારી ગેંગનો સૂત્રધાર અશ્ચિન શર્માનો ખાસ મિત્ર સુરેશ પંડયા હોવાનું સામે આવ્યું છે. સુરેશ પંડ્યા નરોડા વિસ્તારમા રહે છે.

પેપરલિક કૌભાંડમાં કુલ 20થી વધુ લોકોમાં દિલ્હીની ગેંગ પણ સામેલ હતી. ત્યારે હવે સુરેશ પંડ્યાના પૂછપરછમાં બીજા ખુલાસા પણ થાય તેવી શક્યતા છે. પેપર લિક માટે જે પણ મીટિંગો થઈ હતી, પેપર ક્યાં છપાવવું, ક્યાંથી લિક કરવું, કોના દ્વારા મોકલવું વગેરે અંગે જેટલી પણ મીટિંગો થઈ હતી, તે તમામ મીટિંગમા સુરેશ પંડ્યા હાજર રહ્યો હતો. જેથી પોલીસે તેના રિમાન્ડ મેળવી પૂરપરછ હાથ ધરવાનું  શરૂ કર્યુ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code