પર્દાફાશ@જેતપુર: નકલી પનીર અને દૂધના કારોબારનું કૌભાંડ ઝડપાયું

 
કૌભાંડ

ફૂડ વિભાગ દ્વારા વધુ તપાસ કરવામા આવી રહી છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

જેતપુર શહેર મા છેલ્લા કેટલાક સમયથી નકલી પનીર તેમજ નકલી દુધની ફેક્ટરી ધમધમતી હોવથી  ફેક્ટરી પર ગઈ કાલે સાંજે ગાંધીનગર તેમજ રાજકોટની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત ટીમે ફેક્ટરીમાં છાપો મારી નકલી પનીર તેમજ અખાધ દૂધનો જથ્થો પકડી પાડયો છે. જેતપુર શહેરમાં મોઢવાડી વિસ્તારમાં ચંનદરમોલેશ્વર મંદિર પાસે આવેલ રજવાડી ડેરી પ્રોડકટ નામની ફેક્ટરીમાં બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. તે દરમિયાન 630 કિલો જેટલો અખાધ પનીરનો જથ્થો તેમજ 2000 લીટર જેટલો દૂઘ પણ મળી આવ્યું હતું.

ફૂડ વિભાગ દ્વારા ફેક્ટરીના માલિક મયુરભાઈ કોયાણીની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે આ પનીરનો જથ્થો શહેરમાં જુદી જુદી જગ્યાએ તેમજ રેસ્ટોરન્ટમા સપ્લાય કરવામાં આવતો હતો. જોકે પનીરનો જથ્થો સપ્લાય થાય તે પહેલાં ફૂડ વિભાગ દ્વારા તેને પકડી પાડવામા આવ્યો હતો. હાલ વધુ તપાસ કરવામા આવી રહી છે. જયારે દરોડા બાદ આ પનીરનો જથ્થો એક કચરાના ટ્રેકટર દ્વારા નાસ કરવામા આવ્યો. અને ફૂડ વિભાગ દ્વારા પનીર તેમજ દુધ ના સેમ્પલ લેવામા આવ્યા હતા. આ સિવાય ફૂડ વિભાગ દ્વારા વનસ્પતિ તેલ તેમજ કરિમ મલાઈ સિવાય અન્ય ચીજ વસ્તુઓ મુદામાલ સીલ કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમય થી જેતપુરમાં ભેળસેળ યુક્ત પનીર બનાવવાનો કાળો કારોબાર ચાલતો હતો. જેનો ફૂડ વિભાગ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે.