પરિણીતા@સુઇગામ: પતિના જેલવાસમાં સંબંધ બનાવી દુષ્કર્મ આચર્યાનો ઘટસ્ફોટ

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર) સુઇગામ પંથકમાં પરિણીતા સાથે સ્થાનિક ઇસમે બળજબરી પુર્વક દુષ્કર્મ આચર્યાની ફરીયાદ સામે આવી છે. જેમાં પરિણીતાનો પતિ કોઇ કેસમાં જેલ ગયો તે દરમ્યાન આરોપી ઇસમે કુકર્મ આચર્યુ હોવાનો ઘટસ્ફોટ થયો છે. સમગ્ર મામલે પરિણીતાના પતિને જાણ થતા ઇસમને કહેવા ગયા હતા. જયાં આરોપી ઇસમે અપશબ્દો બોલી જાનથી મારવાની કોશિષ કરી હતી.
 
પરિણીતા@સુઇગામ: પતિના જેલવાસમાં સંબંધ બનાવી દુષ્કર્મ આચર્યાનો ઘટસ્ફોટ

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

સુઇગામ પંથકમાં પરિણીતા સાથે સ્થાનિક ઇસમે બળજબરી પુર્વક દુષ્કર્મ આચર્યાની ફરીયાદ સામે આવી છે. જેમાં પરિણીતાનો પતિ કોઇ કેસમાં જેલ ગયો તે દરમ્યાન આરોપી ઇસમે કુકર્મ આચર્યુ હોવાનો ઘટસ્ફોટ થયો છે. સમગ્ર મામલે પરિણીતાના પતિને જાણ થતા ઇસમને કહેવા ગયા હતા. જયાં આરોપી ઇસમે અપશબ્દો બોલી જાનથી મારવાની કોશિષ કરી હતી. ઘટનાને પગલે સરહદી પંથકમાં ચકચાર મચી ગઇ છે.

સુઇગામ તાલુકાના ગરામડી ગામના જોરાભાઈ વાઘાભાઇ રબારીએ પરિણીતા પર બદનજર રાખી 5 મહિના પૂર્વે દુષ્કર્મ ગુજાર્યું હતું. આ દરમ્યાન પરિણીતાનો પતિ જેલવાસ ભોગવતો હોઇ આરોપી ઇસમે બળજબરી પુર્વક શરીરસંબંધ બાંધી કુકર્મ આચર્યુ હતુ. આ પછી જેલથી બહાર આવતા પરિણીતાના પતિએ ઇસમને કહેવા જતાં બબાલ થઇ હતી. જેમાં આરોપી ઇસમે અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ દરમ્યાન મંગળવારે પરિણીતાનો પતિ અલ્ટો કારમાં જઇ રહ્યો હતો. દુષ્કર્મની ઘટનાને પગલે જોરાભાઈએ કારનો પીછો કરી પીડિતાના પતિને જાનથી મારી નાખવાના ઇરાદે કારને જોરદાર ટક્કર મારતાં કાર રોડની સાઇડમાં પલ્ટી ખાઈ ગઇ હતી. સમગ્ર મામલે આરોપી ઇસમ વિરૂધ્ધ સુઇગામ પોલીસ સ્ટેશને ફરીયાદ દાખલ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.