સંસદઃ ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરમાં 6 માસ રાષ્ટ્રપતિ શાસન વધારવા પ્રસ્તાવ મુક્યો

અટલ સમાચાર, ડેસ્ક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં જમ્મુ-કાશ્મીર આરક્ષણ વિધેયક સદનમાં રજૂ કરી દીધું છે. તેઓએ સદનમાં લોકસભામાં જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન 6 મહિના સુધી વધારવા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવ પર ચર્ચા સમયે ગૃહમંત્રીએ કહ્યું કે, જ્યારે કોઈ પક્ષ રાજ્યમાં સરકાર બનાવવા માટે તૈયાર ન હતું, ત્યારે રાજ્યપાલ શાસન લાગુ કરાયું હતું.
 
સંસદઃ ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરમાં 6 માસ રાષ્ટ્રપતિ શાસન વધારવા પ્રસ્તાવ મુક્યો

અટલ સમાચાર, ડેસ્ક

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં જમ્મુ-કાશ્મીર આરક્ષણ વિધેયક સદનમાં રજૂ કરી દીધું છે. તેઓએ સદનમાં લોકસભામાં જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન 6 મહિના સુધી વધારવા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવ પર ચર્ચા સમયે ગૃહમંત્રીએ કહ્યું કે, જ્યારે કોઈ પક્ષ રાજ્યમાં સરકાર બનાવવા માટે તૈયાર ન હતું, ત્યારે રાજ્યપાલ શાસન લાગુ કરાયું હતું. ત્યારબાદ રાજ્યપાલે વિધાનસભાને ભંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

લોકસભામાં ગૃહમંત્રીએ કહ્યું કે, 9 ડિસેમ્બર 2018ના રોજ રાજ્યપાલ શાસનની અવધિ ખતમ થઈ ગઈ હતી, અને પછી કલમ 356નો ઉપયોગ કરતાં 20 ડિસેમ્બરથી ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાનો નિર્ણય કરાયો હતો. 2 જુલાઈએ છ મહિનાનો સમય ખતમ થવા જઈ રહ્યો છે, અને આ માટે રાષ્ટ્રપતિ શાસસને વધારવામાં આવે, કેમ કે વિધાનસભા અસ્તિત્વમાં નથી.

રાષ્ટ્રપતિ શાસન લંબાવવાની સાથે ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીર આરક્ષણ સંશોધન બિલ પણ સદનમાં રજૂ કર્યું હતું. તેઓએ કહ્યું કે, સીમાના વિસ્તારોમાં રહેતાં લોકો સૌથી વધુ સીમા પારથી થતી ગોળીબારીને કારણે પ્રભાવિત થાય છે. અને તેમને આરક્ષણનો લાભ મળવો જોઈએ. તેઓએ કહ્યું કે, નિયંત્રણ રેખાની નજીકનાં લોકોને 3 ટકા આરક્ષણ છે, તેની અંદર આંતરરાષ્ટ્રીય સીમાની નજીક રહેતાં લોકને પણ 3 ટકા આરક્ષણ મળવું જોઈએ. આ આરક્ષણ કોઈને ખુશ કરવા માટે નહીં, પણ માનવતાના આધાર પર તેમની સમસ્યાઓને જોતાં આરક્ષણ આપવું જોઈએ.