સંસદ એટલે શ્રીમંતોનો મેળોઃ પ્રજા સેવકો વધુ પૈસાદાર થતા જાય છે

અટલ સમાચાર, ડેસ્ક સાંસદો અને તેમના મતદારો વચ્ચે આવકનું અંતર વધારે વધ્યું છે. એક સાંસદની સરેરાશ સંપત્તિ એક સામાન્ય મતદારની આવકની સરખામણીમાં આશરે ૩૪પ.૮ ગણી વધારે છે. આનો અર્થ એવો થાય કે એક સાંસદની સરેરાશ સંપત્તિ જેટલું કમાવામાં સામાન્ય માણસને ૩૪પ.૮ વર્ષ લાગશે. ર૦૧૪માં આ અંતર ર૯૯.૮ ગણું હતું. આ આંકડાઓ આવકવેરાના આંકડાના આધાર પર
 
સંસદ એટલે શ્રીમંતોનો મેળોઃ પ્રજા સેવકો વધુ પૈસાદાર થતા જાય છે

અટલ સમાચાર, ડેસ્ક

સાંસદો અને તેમના મતદારો વચ્ચે આવકનું અંતર વધારે વધ્યું છે. એક સાંસદની સરેરાશ સંપત્તિ એક સામાન્ય મતદારની આવકની સરખામણીમાં આશરે ૩૪પ.૮ ગણી વધારે છે. આનો અર્થ એવો થાય કે એક સાંસદની સરેરાશ સંપત્તિ જેટલું કમાવામાં સામાન્ય માણસને ૩૪પ.૮ વર્ષ લાગશે. ર૦૧૪માં આ અંતર ર૯૯.૮ ગણું હતું.

સંસદ એટલે શ્રીમંતોનો મેળોઃ પ્રજા સેવકો વધુ પૈસાદાર થતા જાય છે

આ આંકડાઓ આવકવેરાના આંકડાના આધાર પર કુલ આવક પર આધારિત છે. આવકમાં પગાર, ધંધાકીય આવક અને ભાડાથી થનારી આવકનો પણ સમાવેશ થયો છે. આ વિશ્લેષણ 2016-17ના આંકડાઓ પર આધારિત છે. સાંસદોની સંપત્તિના આંકડાઓ હાલમાં થયેલી ચુંટણીમાં તેમણે આપેલા સોગંદનામા પર આધારિત છે. બિનસરકારી સંગઠનો નેશનલ ઇલેકશન વોચ અને એસોસીએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મ્સના રિપોર્ટમાં આ આંકડાઓ અપાયા છે. 2014 થી 2019 દરમ્યાન સાંસદોની સંપતિ 7.3%ના વાર્ષિક દરે વધી છે. જયારે કરદાતાઓની આવક 2014 થી 2017 દરમ્યાન વાર્ષિક 7.2 ટકાના દરે વધી છે. આ ગાળામાં તેમની કુલ આવક 4.9 લાખ રૂપિયાથી વધીને 6 લાખ રૂપિયે પહોંચી છે. જયારે સાંસદોની સંપત્તિ સરેરાશ 14.7 કરોડ રૂપિયા હતી તે 2019માં વધીને 20.9 કરોડ પહોંચી ગઇ છે.

સાંસદોની સંપત્તિ વધવાની ઝડપ કરદાતાઓના સરેરાશ વેતન કરતા વધારે હતી સરેરાશ પગારની આવક 2014માં 5.7 લાખ રૂપિયા જેટલી હતી, જે 2017માં 5.9 વધીને 6.8 લાખ રૂપિયા થઇ હતી. આ દરમ્યાન ધંધાર્થીઓની આવક 8 ટકા વધીને 4 લાખ રૂપિયા થઇ હતી. સાંસદોની સંપત્તિ ભલે વધારે હોય પણ તેમની સંપત્તિ વધવાની ઝડપ ઓછી એટલે કે 5.1 ટકાના વાર્ષિક દરે વધી હતી.