આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, મહેસાણા

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ માટે મહેસાણા સંસદીય મતવિસ્તાર માટે બે ખર્ચ નિરીક્ષકોને ભારતના ચૂંટણીપંચ દ્વારા નિમણુંક કરાયા છે. બન્ને ચૂંટણી ખર્ચ નિરીક્ષકો સરકીટ હાઉસ મહેસાણા ખાતે રોકાયેલ છે. કોઇપણ વ્યક્તિ ખર્ચ નિરીક્ષકોને ૨૮ માર્ચ ૨૦૧૯ થી ૩૦ માર્ચ ૨૦૧૯ દરમિયાન સરકીટ હાઉસ મહેસાણા મુકામે મળી શકશે. ત્યારબાદ ચૂંટણી ખર્ચ નિરીક્ષકો તારીખ ૦૯ એપ્રિલ થી તારીખ ૨૩ એપ્રિલ દરમિયાન મહેસાણા ખાતે મળી શકશે. જેમાં અસીમ શર્માને ૨૩ બેચરાજી, ૨૫ મહેસાણા, ૨૬ વિજાપુર અને ૩૭ માણસા ચૂંટણી ખર્ચ દેખરેખ માટે વિધાનસભા મતવિભાગ ફાળવેલ છે. જ્યારે કાનન નારાયણનને ૨૧ ઉંઝા, ૨૨ વિસનગર અને ૨૪ કડી સહિત ૨૧ ઉંઝા વિધાનસભા વિસ્તાર માટે પણ ખર્ચ નિરીક્ષક છે. તેમ એચ.કે.પટેલ ચૂંટણી અધિકારી મહેસાણા સંસદીય મતવિસ્તાર અને કલેકટર જિલ્લા ચૂંટણી અધિકારી મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code