File Photo
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

વર્તમાન પરિસ્થિતિને જોતા જો ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થાય તો અડધી દુનિયા દાવ ઉપર આવી જશે. બન્ને દેશ પરમાણુ બોંબનું બટન દબાવી દયે તો ભારત અને પાકિસ્તાનમાં એક જ ઝાટકામાં ૨ કરોડ ૧૦ લાખ લોકો માર્યા જઇ શકે છે. આ પરમાણુ યુધ્ધની અસર માત્ર પાડોશી દેશ ઉપર જ નહિ પરંતુ અડધી દુનિયા ઉપર પડી શકે છે.

ભારતની નીતિ પહેલા પરમાણુ હથિયારોનો ઉપયોગ નહિ કરવાની છે પરંતુ જો પાકિસ્તાન ઉપર ભૂત સવાર થાય તો ભારતે પણ આવુ કરવુ પડી શકે છે. પાકિસ્તાનના નિશાના પર દિલ્હી, મુંબઈ, ચંદીગઢ, મેરઠ, આગ્રા જેવા મહત્વના સૈન્ય ઠેકાણો આવી શકે છે. એક રીપોર્ટ અનુસાર પાકિસ્તાન પાસે ભારતથી વધુ પરમાણુ હથીયારો છે. જેમાં ડર્ટી બોમ્બ સૌથી વધુ ખતરનાક રેડીયોધર્મી પદાર્થ અને આવણીક પ્રક્ષેપાસ્ત્ર હોય છે જો પરમાણુ યુદ્ધ થાય તો લગભગ ૧૨ કરોડ લોકો તુરંત પ્રભાવિત થશે. જો પરમાણુ બોંબ ૬ મેગા ટનથી વધુ હશે તો તેના પરિણામ ઘણા જ ભયંકર આવશે. પરમાણુ વિસ્ફોટથી નિકળનાર કાર્બનના વાદળો થોડા જ સમયમાં હુમલાવાળા ક્ષેત્રો સિવાય મોટા ક્ષેત્રોમાં ફેલાયને સૂર્ય કિરણોને પૃથ્વી પર આવતા અટકાવશે અને આ કાળા વાદળોથી થનારી અમ્લ વર્ષાથી લાખો લોકો મરી શકે છે. જો પરમાણુ બોંબ ફોડવામાં આવે તો એ વિસ્તારમાં ચમક સાથે ભયાનક આગનો ગોળો ઉઠે છે અને અનેક કિ.મી. સુધી બધુ સળગાવીને રાખ કરી દયે છે. આ વિસ્ફોટથી ઉત્પન્ન થતી ચમક એટલી તેજ હશે કે આનાથી લોકો આંધળા પણ થઈ શકે છે. આગનો ગોળો વાતાવરણની સમગ્ર હવા પોતાની તરફ ખેંચી લેશે અને તેના સંપર્કમાં આવનાર માણસો, પ્રાણીઓના ભયાનક ઢંગથી મૃત્યુ થશે. તેઓ અંદરથી સળગી જશે અને હાડકા ગળી જશે.

પરમાણુ વિસ્ફોટથી ઓઝોન પરતમાં ભારે નુકશાન થવાની પણ શકયતાઓ સેવાઇ રહી છે. કાર્બનથી બનેલા વાદળો ધરતીની ૨૫ થી ૪૦થી લઈને ૭૦ ટકા ઓઝોન પરતને નષ્ટ કરી શકે છે અને તે પછી અંતરીક્ષથી આવતા કિરણોથી માનવ જાતિ અને વનસ્પતિના અસ્તિત્વ પર ગંભીર અસર પાડી શકે છે.

મહત્વનુ છે કે, જો પરમાણુ યુધ્ધ થાય તો તે બાદ વ્યાપક વિધ્વંશ અને જાનહાનિ બાદ સરકારી ફરીથી આર્થિક અને સામાજિક માળખુ ઉભુ કરવુ પડી શકે જેને અમુક દસકાઓ લાગી શકે છે. પરમાણુ યુધ્ધના કારણે બેકારી, ગરીબી, ભૂખમરોથી અપરાધ પણ વધી શકે છે સાથે આંતરિક સુરક્ષાની સમસ્યા ઉભી થશે.
જોકે એવુ માનવામાં આવે છે કે આર્થિક હાનિ તો કોઈ એક વખત આગળ વધીને ઠીક પણ કરી શકાય છે પરંતુ આ યુદ્ધમાં જે અકલ્પનીય જાનહાનિ થશે તેનુ અનુમાન લગાવવુ ઘણુ અઘરૂ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code