આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ગીરીશ જોશી

બનાસકાંઠાના વોટરશેડ યુનિટમાં કામ અને તેને સંબંધિત ટેન્ડર મામલે અનેક ગંભીર સવાલો ઉભા થયા છે. તાજેતરમાં થયેલી ટેન્ડર પ્રક્રીયામાં કર્મચારીઓની ભુમિકા શંકાસ્પદ હોવાની સંભાવના વચ્ચે નવિન બાબત સામે આવી છે. અગાઉ કરેલી ટેન્ડર પ્રક્રીયા પ્રોજેક્ટ મેનેજરના વડપણ હેઠળ અત્યંત પારદર્શક રહી હતી. જોકે તેને દબાણ લાવી રદ્દ કરાવ્યાં બાદ ધળમૂળથી ફેરફાર કરાવી સંબંધિતોએ ટેન્ડરમાં મોટી ભુમિકા ભજવી હતી. આનાથી ટેન્ડર કબજે કર્યા અને કરાવ્યાંની સ્થિતિ ઉભી થતાં હડકંપ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના વાવ, દાંતા અને ભાભર પંથકમાં જળસંચયના કામો અંતર્ગત તાજેતર થયેલી ટેન્ડર પ્રક્રીયા બીજીવારની હોવાનું સામે આવ્યુ છે. હાલની ટેન્ડર પ્રક્રીયા જ ગંભીર સવાલો વચ્ચે હોવા સાથે વધુ એક ચોંકાવનારી વિગતો કચેરીના સત્તાધિશો દ્રારા જાણવા મળી છે. ટેન્ડર પ્રક્રીયામાં પારદર્શકતા મુદ્દે પ્રોજેક્ટ મેનેજર તુવર સાથે વાત કરતા સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. અગાઉના ટેન્ડરોમાં પ્રોજેક્ટ મેનેજરે સમગ્ર બાબતો જીલ્લા કચેરી હેઠળ રાખી વહીવટી કામગીરી કરી હતી. જેમાં રાજકીય દબાણ લાવી ટેન્ડર કેન્સલ કરાવી દીધા હતા.

સમગ્ર મામલે બનાસકાંઠા વોટરશેડ યુનિટના પ્રોજેક્ટ મેનેજર તુવરે જણાવ્યુ હતુ કે, અગાઉ કરેલી ટેન્ડર પ્રક્રીયામાં ભ્રષ્ટાચાર અટકાવવા કોઇ કચાશ રાખી ન હતી. જોકે કેટલાકે રાજકીય દબાણ લાવી ડીડીઓ મારફત તમામ ટેન્ડર રદ્દ કરાવ્યા હતા. આ પછી હાલની ટેન્ડર પ્રક્રીયામાં પ્રોજેક્ટ મેનેજર તરીકે મારી ભુમિકા અત્યંત નાની બની છે. ગ્રામ કક્ષાની કમિટી, નોડલ અધિકારી અને વોટરશેડના કર્મચારી દ્રારા ટેન્ડરની તમામ ગતિવિધિ થઇ છે. મારી ભુમિકા હવે માત્ર મોનિટરીંગ પુરતી રહી છે.

વિડીયો કોન્ફરન્સ મારફત ગાંધીનગર રજૂઆત કરી છે: પ્રોજેક્ટ મેનેજર

ટેન્ડર પ્રક્રીયા અત્યંત વિવાદાસ્પદ હોવાની પરિસ્થિતિ સ્પષ્ટ થઇ રહી હોવાની બાબત સામે આવી છે. ખુદ પ્રોજેક્ટ મેનેજર તુવરે અટલ સમાચાર ડોટ કોમને જણાવ્યુ હતુ કે, વોટરશેડમાં કેટલીક બાબતો વિચાર અને સુધાર માંગી રહી છે. જેમાં આજની સ્થિતિએ તાંત્રિક મંજુરી પેટે પ્રોજેક્ટ મેનેજરને માત્ર 1 લાખની સત્તા છે. જ્યારે પ્રોજેક્ટ મેનેજરથી નીચેના કર્મચારીને અઢી લાખની સત્તા છે. આ બાબતની રજૂઆત અઠવાડીયા અગાઉ થયેલી વિડીયો કોન્ફરન્સમાં જણાવી છેક ગાંધીનગર વડી કચેરીને રજૂઆત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code